પિતૃ દોષ થી મુક્તિ ! જાણો કાગડા અને ગાય, કૂતરા ને કેમ વાસ નાખવામાં આવે છે,શ્રાદ્ધમાં કરવામાં આવતી વિધિનું રહસ્ય…
પિતૃ દોષ થી મુક્તિ ! જાણો કાગડા અને ગાય, કૂતરા ને કેમ વાસ નાખવામાં આવે છે,શ્રાદ્ધમાં કરવામાં આવતી વિધિનું રહસ્ય…આપણે સૌ કોઈ જાણીએ છે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકમ તિથિથી અમાસ સુધી રહે છે. આ વખતે પિત્રુ પક્ષ 16 દિવસ સુધી ચાલશે. આ દિવસો દરમિયાન દરેક તિથિએ પોતાના પૂર્વજોના માનમાં લોકો ભોજન કરાવે છે અને તર્પણ કરે છે. આ મહિનાનાં પિતૃઓને પ્રસન્ન કરવા અને તેમની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધમાસમાં પિંડદાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કર્મ કરવામાં આવે છે. ખાસ કરીને કાગડા, ગાય અને કૂતરાને ભોજન આપવાની, ચોખાના બનેલાં પિંડનું દાન કરવાની પરંપરા છે. શ્રાદ્ધ પક્ષ અંગે અનેક પ્રકારની માન્યતાઓ પ્રચલિત છે. આજે આપણે જાણીશું કે, શ્રાદ્ધ માસ દરમિયાન કરવાના આવતી પાછળની વિધિઓનય કારણ શું હોય છે?
સૌથી મહત્વની વાત શ્રાદ્ધમાસમાં કાગડાઓને કાગવાસ કેમ નાખવામાં આવે છે? ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે,કાગડો યમરાજાનું સંદેશાવાહક છે. શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને કાગવાસ નાખવા થી પિતૃલોક ની અંદર રહેલા તેના પિતૃઓને તૃપ્તિ મળે છે. સૌથી ખાસ વાત એ કે,કાગડાઓ ભાદરવા મહિનામાં ઇંડા મુકે છે અને તેના બચ્ચાંઓને પોષણરુપે ખીરનો ખોરાક મળી જાય છે. કાગડાઓ સૃષ્ટિને સ્વચ્છ કરવામાં મહત્ત્વની ભુમિકા ભજવે છે.
ગાય અને કૂતરાને ભોજન કેમ આપવામાં આવે છે
શ્રાદ્ધમાસ દરમિયાન તમામ પિતૃઓનો વાસ પિતૃલોક અને થોડાં સમય માટે યમલોક પણ રહે છે. એવું કહેવાય છે કે, પિતૃપક્ષમાં યમ બિલ અને શ્વાન બલિ આપવાનનું વિધાન છે. યમરાજ પાસે બે શ્વાન એટલે કૂતરા છે. તેના જ કારણે કૂતરા ભોજન આપવામાં આવે છે. ગાયમાં બધા દેવી-દેવતાઓનો વાસ છે.
શ્રાદ્ધમાં ખીર-પૂરી કેમ ખવડાવવામાં આવે છે?
આપણે સૌ કોઈ જાણીએ છે કે, શ્રાદ્ધમાં પકવેલું અનાજ દાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ખીરને પાયસને પ્રથમ ભોગ માને છે. તેમાં દૂધ અને ચોખાની શક્તિ હોય છે. ધાન એટલે ચોખા એવું અનાજ છે, ચોખાના આ ગુણના કારણે તેને જન્મથી મૃત્યુ સુધીના સંસ્કારોમાં સામેલ કરવામાં આવે છે.
આ દિવસોમાં પિતૃઓ આપણાં ઘરે પધારે છે. એટલે તેમના સત્કાર માટે ખીર-પૂરી બનાવવામાં આવે છે.
પિંડદાન માટે પિંડ ચોખાથી જ કેમ બનાવવામાં આવે છે? માત્ર ચોખા નહીં, પિંડ અનેક પ્રકારે બનાવવામાં આવે છે. જવ, કાળા તલથી પણ પિંડ બનાવી શકાય છે. ચોખાના પિંડને પાયસ અન્ન માનવામાં આવે છે કેળા અને કાળા તલથી પિંડ બનાવીને પિતૃઓને અર્પણ કરી શકાય છે.ચોખાને અક્ષત કહેવામાં આવે છે એટલે જે ખંડિત ન હોય. ચોખા ક્યારેય ખરાબ થતાં નથી. તેમના ગુણ ક્યારેય સમાપ્ત થતાં નથી.
શ્રાદ્ધ કર્મ સમયે અનામિકા આંગણીમાં કુશા કેમ પહેરવામાં આવે છે?એવું કહેવાય છે કે, કુશા એક વિશેષ પ્રકારનું ઘાસ છે. માત્ર શ્રાદ્ધ કર્મમાં જ નહીં, અન્ય બધા કર્મકાંડમાં પણ કુશાને અનામિકામાં ધારણ કરી શકાય છે. તેને પહેરવાથી પૂજન કર્મ માટે પવિત્ર થઇ જવાય છે. અનામિકા એટલે રિંગ ફિંગરમાં કુશા બાંધવાથી વ્યક્તિ પિતૃઓ માટે શ્રાદ્ધ કરતી સમયે શાંત અને સહજ રહી શકે છે.
શ્રાદ્ધ કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ કેમ?માન્યતા છે કે પિતૃપક્ષમાં બપોરના સમયે કરેલું શ્રાદ્ધ પિતર દેવતા સૂર્યના પ્રકાશથી ગ્રહણ કરે છે. બપોરના સમયે સૂર્ય પોતાના પૂર્ણ પ્રભાવમાં રહે છે. સૂર્યને જ આ સૃષ્ટિમાં એક માત્ર પ્રત્યેક્ષ દેવતા માનવામાં આવે છે જેને આપણે જોઇ અને અનુભવી શકીએ છીએ. પિતૃઓને ભોજન આપવા માટે સૂર્યના કિરણોને સ્ત્રોત માનવામાં આવે છે.
શ્રાદ્ધ સૌથી મોટો કે સૌથી નાનો પુત્ર કેમ કરી શકે છે?
તમને જાણીને નવાઈ લાગશે કે,ગયા તીર્થ ક્ષેત્રમાં આવું વિધાન નથી. કોઇપણ પુત્ર પિંડદાન, શ્રાદ્ધ કર્મ કરાવી શકે છે. સંતાનો અલગ-અલગ રહેતી હોય તો બધાએ અલગ-અલગ પિંડદાન કર્મ કરવું જોઇએ. જન્મ-મૃત્યુ સાથે જોડાયેલાં રહસ્ય ઉલ્લેખવામાં ગરુડ પુરણનું વાંચન કરવું જોઈએ.
પિતૃ દોષના હોય તો ગયામાં જઈને પિંડ દાન કરવું ફાયદાકારક છે. અંતિમ સંસ્કારમાં કોઈ ભૂલ થઈ જાય છે તો ગયામાં પિંડ દાન કરવાથી તેનું નિવારણ માનવામાં આવે છે. તેમજ પૂર્વજોના મૃત્યુની તિથિએ ઘરમાં પૂજા પાઠ કરાવો અને દરેક અમાસના દિવસે શ્રાદ્ધ વિધિ કરો અને ભોજન કરાવો. તેમજ દરરોજ ગીતાનો પાઠ કરવો જોઈએ અને સ્નાન કર્યા પછી ગૃહિણીએ ભોજન બનાવતા સમયે પહેલી રોટલી ગાય માતા માટે કાઢીને તેમાં ગોળ રાખીને ગાયને ખવડાવવી જોઈએ. જેનાથી પિતૃ દોષ દૂર થાય છે.