ગુજરાતમાં ચોમાસું બેશે એ પહેલા, મેઘરાજા કરશે ધમાકેદાર એન્ટ્રી! આગામી 7 દિવસ સુધી આ વિસ્તારોમાં થશે વરસાદ….
હાલમાં જ લોકોને હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે, કારણ કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરી છે અને આજ કારણે ગુજરાતમાં સતત 7 દિવસ સુધી વરસાદ થશે. ગુજરાતના ક્યાં વિસ્તારોમાં વરસાદ થશે તે અંગે પણ અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. ખરેખર હાલમાં સૌ કોઈ લોકો ગરમીના કારણે મુશ્કેલીઓ વેઠવી રહ્યા છે, ત્યારે વરસાદની આગાહી થતા લોકોએ રાહત અનુભવી.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર, ગુજરાતમાં હવે સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય થઈ ગયું છે, ચોમાસુ વિધિવત રીતે શરૂ થાય એજ પહેલા જ ગુજરાતમાં પ્રી-મોન્સુન એક્ટિવિટી શરૂ થઇ જશે અને આ કારણે ગુજરાતમાં વરસાદ થશે અને સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર રીતે વરસાદ શરૂ થશે અને ચોમાસાની શરૂઆત પણ થઇ જશે.
હાલમાં જ આગામી 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ પડશે. ગુજરાતના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદ થવાની સંભાવના છે. તો 8 જૂને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, નર્મદા, તાપી, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડમાં વરસાદ પડી શકે છે.
વરસાદ પડવાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે. હાલમાં દિવસે ઉકરાટ અને સતત બફારો લોકો અનુભવી રહ્યા છે, ત્યારે વરસાદ આવતા લોકોમાં થોડી રાહત થશે. ગયા વર્ષે તો ચોમાસુ ખુબ જ અનિયમિત રહ્યું હતું અને આ કારણે અનેક વખત માવઠું થયું હતું અને આ જ કારણે લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખરેખર કુદરતના ખેલ એવા છે કે માણસ સમજી ન શકે પરંતુ જ્યારે કુદરત મહેરબાન થાય છે, ત્યારૅ માણસનું જીવન ખુશહાલ થઇ જાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.