સુરત મા 194 વર્ષ જૂની પાઘડીના દર્શન માટે લાઈનો લાગી ! જાણો શુ છે ખાસ આ પાઘડી મા…

આપાણા દેશ મા આસ્થા અને શ્રધ્ધા એક અલગ જ વસ્તુ છે જેમા હજારો વર્ષો પહેલા થઈ ગયેલા સંતો અને મહાન વ્યક્તિ ઓ ની અમુક વસ્તુઓ સાચવી રાખવા મા આવતી હોય છે અને તે જોઈ આજે પણ આપણે ધન્યતા અનુભવતા હોઈએ છીએ ત્યારે હાલ સુરત મા 194 વર્ષ જુની પાઘડી ના દર્શન કરવા માટે લોકો ઉમડી પડ્યા છે તો આવો જાણીએ શુ ખાસ છે આ પાઘડી મા…

જો આ પાઘડી ની વાત કરવા મા આવે તો આ પાઘડી ભગવાન સ્વામિનારાયણની છે તેવુ કહેવામા આવી રહ્યુ છે. આ પાઘડી છેલ્લા  194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે આ અંગે જાણવા મળેલ છે આ પાઘડી સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. બસ ત્યારે થી આ પારસી પરીવાર આ પાઘડી ને જીવ ની જેમ સાચવી રાખી છે.

આ પાઘડી પારસી પરિવાર ધ્વારા દર વર્ષે ભાઈબીજ ના દીવસે લોકો ને દર્શન માટે મુકવા મા આવે છે. 194 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને તેમણે આ પાઘડી ભેટમાં આપી હતી. કહેવાય છે કે સ્વામીનારાયણ ભગવન સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને તેમને 1881ના માગશર સુદ ત્રીજના દિવસે પરત જતી વખતે કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી.

આ પાઘડી 194 વર્ષ કેવી રીતે સચવાઇ તેની વાત કરીએ તો અરદેશર કોટવાળથી જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ આ પાઘડીનું જતન કરી રહ્યા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *