ભાવનગર : સર્વજ્ઞાતિ 552 દીકરીના સમૂહ લગ્ન યોજાશે ! જાણો કોણ કરી રહ્યુ છે આયોજન અને જુઓ તસવીરો
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે ભારતના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે. આગામી રવિવારના રોજ પ્રધાનમંત્રી ભાવનગર આવી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે, મારૂતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી સર્વજ્ઞાતિની 552 દીકરીઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન પિતાતુલ્ય ભાવ સાથે દિનેશભાઈ લખાણી અને સુરેશભાઈ લખાણી દ્વારા ધામધૂમથી કરવામાં આવ્યું છે.
સૌથી ખાસ વાત એ છે કે, આ સમહુલગ્ન માટે છેલ્લા છ મહિનાથી ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે તૈયારીઓ ચાલી રહી છે. આ સમૂહ લગ્નમાં 552દીકરીઓને અંદાજે રૂપિયા બે લાખ ઉપરાંતનો કરીયાવર જેમાં પલંગ, કબાટ, ઘરવખરી સહિત 103 વસ્તુઓ આપવામાં આવશેબે દિવસ પહેલા તમામ 552 દીકરીઓના પરિવારજનો અને વરપક્ષના પરિવારજનોને સુપ્રત કરવામાં આવી હતી.
ખુશીની વાત એ છે કે, આગામી તા 6 તારીખે આ લગ્નોત્સવ યોજાશે.જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ લગ્ન સમારોહમાં દીકરીઓને આશીર્વાદ આપવા પધારશે. આ લગ્નોત્સવમાં અંદાજે ચાર લાખ જેટલા મહેમાનો ઉપસ્થિત રહેશેનરેન્દ્ર મોદીને જ્યારે દિનેશભાઈ લખાણી, સુરેશભાઈ લખાણી સહિતના આમંત્રણ આપવામાં માટે ગયા ત્યારે નરેન્દ્ર મોદીએ આમંત્રણનો સહજ ભાવે સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, દીકરીઓને આશીર્વાદ આપવા નહીં પરંતું લગ્નગ્રંથીથી જોડાઈ રહેલી 552 દીકરીઓના આશીર્વાદ લેવા માટે હું આવીશ.
આ લગ્ન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, સાંસદ ભારતીબેન શિયાળ, મેયર કિર્તિબેન દાણીધરીયા અને મંત્રી મંડળના કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ બગદાણા મનજીબાપા સહિત સંતો-મહંતો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આ લગ્નની સમયરેખા જાણીએ તો, 6 નવેમ્બરના રોજ બપોરના 3 કલાકે મારૂતિ ઈમ્પેક્ષ ફાઉન્ડેશન પરીવારનું ઉત્સવ આંગણું એટલે કે, પિતૃ વાત્સલ્ય સંકુલ જવાહર મેદાન ખાતે 552 જાનનું આગમન થશે, અતિથિ સન્માન સમારોહ સાંજે 5 કલાકે, હસ્ત મેળાપ સાંજે 7:30 કલાકે, ભોજન સમારંભ અને 9:30 કલાકે જાન વિદાય લેશે.