Gujarat

ખરા ધનવાન ! 16 હજાર કરોડની ડાયમંડ કંપનીના માલિક ગોવિંદ ધોળકિયાએ ઋષિકેશમાં 8 દિવસ ભાગવત કથા કરી અને 1200 કર્મચારીઓ ને

આપણે સૌ કોઈ જાણીએ છે કે,સુરતના ધનવાન અને સમાજ સેવક ગણાતા ગોવિંદ ધોળકિયા હંમેશા ચર્ચાઓમાં રહે છે. 16 હજાર કરોડની કંપની હોવા છતાં તેઓ તેમની સાદગીથી વધુ ઓળખાય છે.ખાસ કરીને તેઓ દાન ધર્મમાં ખુબ જ માને છે અને તેઓ ધાર્મિકવૃતિ પણ ધરાવે છે. હાલમાં જ તેમના દ્વારા પરિવાર માટે ઋષિકેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે, ગોવિંદ ધોળકિયાએ 8 દિવસ સુધી ભાગવત કથાનું વાંચન કર્યુ હતું. આપણે જાણીએ છે કે, ગોવિંદભાઈ પોતાની સેવાકામગીરી માટે ખુબ જ ઓળખાય છે, હાલમાં તેમના કર્મચારીઓ અને પરિવારજનોને ખાસ ભેટ આપી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર તેમના પરિવારજનો જ નહીં પરંતુ એસઆરકે ગંગે એક્સપ્રેસ ચાર્ટડ ટ્રેન દ્વારા 1200 કર્મચારીઓ અને તેમના પરિવારને ઋષિકેશ લઈ જવામાં આવ્યા. આ યાત્રા દરમિયાન રંગોળી સ્પર્ધા, આતશબાજી, યોગ, પતંજલી આશ્રમની મુલાકાત, બ્લડ ડોનેશન કેમ્પ, ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ, દાંડિયા-રાસનું આયોજન કરવામાં આવ્યું હતું.ખરેખર આ યાત્રા ખુબ જ આનંદમય રીતે સૌએ સાથે મળીને કરી છે. પોતાના કર્મચારીઓને આવી ભેટ આપવી એ કાર્ય માત્ર ગોવિંદભાઈ ધોળકિયા જેવા વ્યક્તિ કરી શકે.

તેમજ સૌથી ખાસ વાત એ છે કે, યાત્રા દરમિયાન ગોવિંદભાઈ ધોળકિયાને ભાગવત કથા કરી હતી અને તેમને ગીતાના 700 શ્લોક મોઢે છે. ગોવિંદ ધોળકિયા ભાગવત કથાનું વાંચની સાથે સાથે તેમની સાથે જીવનમાં બનેલી વિવિધ મોટીવેશનલ ઘટનાઓ સંભળાવી હતી. આ યાત્રામાં ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે, ‘શ્રેષ્ઠ પુરૂષ જેનું આચરણ કરે અને બીજા એનું અનુકરણ કરે તે જ ભાવથી અમે આ યાત્રાનું આયોજન કર્યું છે. હું ભાગવત કથાનું વાંચન કરું અનેે તેનું અનુકરણ અમારા એસઆરકે પરિવારના સભ્યો કરે અને ત્યાર બાદ તેમનો પરિવાર પણ આ ભાગવત કથાનું આચરણ કરે તે માટે ભાગવત કથાનું વાંચન કરી રહ્યો છું.’

ભાગવત કથામાં ગોવિંદ ધોળકિયા ભાગવત કથાનું તો વાંચન કરતા હતાં, પરંતુ શ્રાવકોમાંથી પણ કોઈને ભાગવત કથાનું વાંચન કરવું હોય તો પણ તેમને તક અપાઇ હતી. સાથે સાથે ભાગવત કથાના વાંચન પછી પ્રશ્નોત્તરીનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગોવિંદ ધોળકિયા દ્વારા શ્રાવકોના પ્રશ્નોના જવાબ આપવામાં આવતા હતાં.ગોવિંદભાઈ ધોળકિયાએ કથા દરમિયાન કહ્યું હતું કે, જે લોકો પોતાનું અપમાન સહન નથી કરી શકતા, અથવા અપમાન થાય તો આપણને પસંદ આવતું નથી તો આપણે પણ બીજાનું અપમાન કરવું જોઈએ નહીં.

ક્રોધ એ આપણા સ્વભાવનો અને જીવનનો મોટામાં મોટો દુશ્મન છે, જો આપણે ક્રોધને કંટ્રોલ કરી શકીએ તો જ જીવન સારી રીતે જીવી શકીએ. ખરેખર ગોવિંદભાઈ ધોળકિયાની કામગીરી ખુબ જ સરહાનીય છે. પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોને આટલી પવિત્ર યાત્રા કરાવી એ ખુબ જ પુણ્યનું કાર્ય કહેવાય. હાલમાં સોશિયલ મીડિયામાં ચારોતરફ માત્રને માત્ર ગોવિંદભાઈ ધોડકિયાની ચર્ચાઓ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!