ભાવનગર : થોરાળા ગામ મા વન્ય પ્રાણીઓ ને બચાવવા જતા વનકર્મી ડૂબ્યા !
બે દિવસ અગાવ ભાવનગર ના શિહોરા એક ઘટના બની હતી જેમાં થોરાળા ગામમા વન્ય પ્રાણીનું રેસ્ક્યુ કરવા હોડી સાથે ઉતરેલા બે બીટગાર્ડ હોડી પલ્ટી પાણીમાં ડૂબી ગયા હતા. અને 36 કલાક ની જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમ ને તેવો ને શોધવામાં સફળતા મળી હતી.
બનાવ ની જામવા મળતી વિગતો અનુસાર ભાવનગર ના શિહોર તાલુકા ના થોરાળા ગામ કે જે તળાજા ના રાઉન્ડ ફોરેસ્ટ હદ મા આવે છે. ત્યારે તળાજા ફોરેસ્ટ વિભાગના મગનભાઈ જગાભાઈ મકવાણા તથા મેરામણ દડુભાઈ વાઘોશી-આહીરને કોલ મળ્યો હતો કે શિહોર ના થોરાળા ગામના તળાવમાં કોઈ વન્ય પ્રાણી ફસાયું છે.
ત્યારે બન્ને બીટગાર્ડે થોરાળા પહોંચી ગયા હતા અને ભુતપુર્વ સરપંચ સાથે હોડી લઈને તળાવ મા પહોંચ્યા હતા જયા હોડી કોઈ કારણો સર ઉંધી વળી જતા કુલ ચાર લોકો ડૂબ્યા હતા જેમા બે બીટગાર્ડ હતા. આ ઘટના મા હોડી ના માલીક અને અન્ય એક વ્યક્તિ તરી ને કાઠે પહોચી ગયા હતા પરંતુ મગન મકવાણા તથા મેરામણ વાઘોશી તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તંત્ર દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જેમા સોમવારે મગનભાઈ ની લાશ મળી હતી જ્યારે ગઈ કાલે 36 કલાક બાદ સવારે મેરામણ વાઘોશીની લાશ ઉંડા પાણી માથી મળી હતી પોલીસે આ કર્મીની લાશનો કબ્જો લઈ પીએમ માટે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે વન વિભાગ તથા મૃતકના પરિજનોમા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું.