Entertainment

પિતાએ પોતાની દીકરીની વિદાય એવો રીતે કરી કે જાનૈયા ઓ એ પણ કીધુ વાહ…

આમ પણ કહેવાય છે ને કેમ એક પિતા પોતાની દીકરી માટૅ કંઈ પણ કરી શકે છે.ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા વ્યક્તિની જેમને એવું કામ કરી બતાવ્યું જે ખુબ જ ચર્ચાનો વિશય બન્યો છે. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ ખરેખર આ ઘટના ચોંકવનાર અને અત્યંત આધુનિક અને ટેક્નોલોજીથી યુક્ત છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં આ ઘટનાની સૌ કોઈ વાત કરી રહ્યા છે,તેમજ ચર્ચાનો વિષય એ છે કે, આખરે એક પિતા એ પોતાની દીકરીની વિદાય આલીશાન કાર suvમાં કરી પરંતુ ખાસ વાતએ છે કે, આટલી બ્રાન્ડડૅડ હોવા છતાં પણ તેમા છાણ લીપવામાં આવ્યું.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, દીકરીના પિતા ડો. નવનાથ દુધાલે જવ્યવસાયે એક ડોક્ટર અને વૈજ્ઞાનિક છે. તેમણે મુંબઈની ટાટા રિસર્ચ હોસ્પિટલમાં વર્ષો સુધી કામ કર્યું. વર્ષ 2019 ના મે મહિનામાં જયારે આખા દેશમાં ભીષણ ગરમી પડી રહી હતી, તો તેમણે ઠંકડ અનુભવવા માટે પોતાની એસયુવી કારનું એસી વારંવાર વધારવું પડતું હતું. છતાં પણ તેમને ગરમી લાગતી હતી. હોસ્પિટલમાંથી રિટાયર્ડ થયા પછી તેમને સમાજસેવી રાજીવ દીક્ષિતથી પ્રેરિત થઈને ઉસ્માનાબાદમાં ગુરુકુળ ગૌશાળા શરૂ કરી, અને તે ગાયના છાણ પર રિસર્ચ કરવા લાગ્યા. એ દરમિયાન તેમને ખબર પડી કે ગાયના છાણ થી બહારના તાપમાનને ઓછું કરી શકાય છે. એ કારણે તેમણે પોતાની એસયુવી ગાડી પર છાણનું લીંપણ કરાવી દીધું.

ગાડીમાં લેપ લગાવવામાં 30 કિલો ગોબરનો ઉપયોગ કરવામાં આવ્યો. ડો. નવનાથ દુધાલનો દાવો છે કે, છાણ લગાવ્યા પછી તેમણે ગરમીના દિવસોમાં ગાડીનું તાપમાન ઓછું કરવા માટે એસીનો વધારે ઉપયોગ નથી કરવો પડ્યો. એની સાથે જ તેમણે દાવો કર્યો છે કે, છાણ ના લેપથી ગરમીના દિવસોમાં ગાડી જલ્દી ઠંડી થાય છે ઠંડીના દિવસોમાં ગાડીમાં ઠંડી પણ ઓછી લાગે છે.

એટલું જ નહિ ડો. નવનાથે જણાવ્યું કે, ગાડી છાણનો લેપ લગાવ્યા પછી 6 મહિના સુધી એને ધોવી નથી પડતી એટલે રોજના હિસાબ પ્રમાણે 20 પાણીની બચત પણ થાય છે. એનાથી મહિને 600 લીટર પાણી બચાવી શકાય છે. ગાડી પર છાણ લેપ સિવાય ડો. નવનાથ દુધાલે પોતાના મોબાઈલનું કવર પણ ગોબરનો લેપ લગાવ્યો છે. અહીં સુધી કે તેમણે ગાડીમાં ગોબરથી બનેલા ગણપતિ પણ મુક્યા છે. ડો. નવનાથ દુધાલનો દાવો છે કે, છાણ ના લેપથી મોબાઈલના રેડિયેશનથી બચી શકાય છે, અને ગાડીમાં સકારાત્મક ઉર્જા બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!