આર્મીમાં ભરતી ની તૈયારી કરતા યુવક નુ કાર અડફેટે આવી જતા કરુણ મોત થયુ ! નાના એવા ગામ મા શોક નુ મોજુ ફરી વળ્યુ
રાજ્ય મા અવાર નવાર હીટ એન્ડ રન ની ઘટના ઓ બને છે ત્યારે વધુ એક અકસ્માત મા એક આશાસ્પદ યુવાન નુ કરુણ મોત નિપજ્યું છે. યુવાન આર્મી ભરતી મા જવા અને આર્મી મા જોડાવા માટે ઉમરાળા-ચોગઠના રસ્તે રનિંગની પ્રેક્ટિસ કરતો હતો તે દરમ્યાન મા કાર ની અડફેટે આવી જતા કરુણ મોત નિપજ્યું હતુ.
જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર ના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ મા રહેતો યુવાન ગોપાલભાઈ મહેન્દ્રભાઈ ડાભી (ઉ.વ.17) આર્મી મા જવા માટે રોજ સાંજે ઉમરાળા-ચોગઠના રસ્તે રનિંગની પ્રેક્ટિસ કરતો હતો અને રોજ માફક કાલે 5 વાગ્યા ના અરસા મા પ્રેકટીસ માટે ગયો હતો. ત્યારે સાંજે 6 વાગ્યા ના સમયગાળા દરમ્યાન જીજે-23-એએફ-1005 નંબરની કારના ચાલકે તેને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
બનાવ ની જાણ થતા ની સાથે જ ગામ ના લોકો એ ઈજાગ્રસ્ત યુવક ને તાત્કાલીક ઉમરાળા ની હોસ્પીટલે અને ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર સર ટી હોસ્પીટલ મા રીફર કરવામા આવ્યો હતો પરંતુ યુવક નો જીવ બચાવી શકાયો નહોતો અને સાંજે 8 કલાકે મોત થયુ જ્યારે કાર ચાલક ને ગામ ના લોકો દ્વારા ઝડપી લેવામા આવ્યો હતો.
મૃતક ગોપાલ ભાવનગર શહેરની શામળદાસ કોલેજમાં એસ.વાય.બી.એમાં અભ્યાસ કરતો હતો અને ઉમરાળા તાલુકાના ચોગઠ ગામે રહી આર્મીની ભરતીની તૈયારી કરતોતો હતો આર્મી મા જવુ હતુ પરંતુ આ રીતે કરુણ મોત થતા નાના એવા ગામ ચોગઠ મા દુખ નુ મોજુ ફરી વળ્યુ હતુ.
