ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રિવાબાએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું….
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ક્રિકેટ જગત મા જામનગર ના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા નુ કેટલુ મોટુ નામ છે ગુજરાત નુ તો ખરુ જ પણ ભારત નુ પણ નામ રોશન કરેલું છે. રવિન્દ્ર જાડેજા ના ધર્મ પત્ની રિવાબા નો આજે જન્મ દિવસ છે અને તેવો એ પોતાના જન્મ દિવસ ને અનોખી રીતે યાદગાર બનાવ્યો છે.
જો રિવાબા ની વાત કરવામા આવે તો તેવો ઘણુ વૈભવશાળી જીવન જીવતા જોવા મળે છે અને સાથે તેવો અનેક વખત સમાજ સેવા કરતા જોવા મળે છે. અને રિવાબા દર વર્ષે પોતાના જન્મ દિવસ ની ઉજવણી સમાજ સેવા કરી ને કરે છે. રિવાબા માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે અને પોતાનો જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થઇ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે.
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સેલિબ્રિટી ઓ પોતાના જન્મ દિવસ ની ઊજવણી ઘણી ધામ ધુમ થી અને પાર્ટી યોજી ને કતરા હોઈ છે પરંતુ રિવાબા એ પોતાના જન્મ દિવસ ની ઉજવણી એક દમ સાદી રીતે કરી હતી રીવાબા જાડેજાએ જામનગર (Jamnagar) શહેરમાં પોતાના નિવાસસ્થાન ખાતે જરૂરિયાતમંદ પરિવારોને બોલાવી અને તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના માધ્યમથી મદદરૂપ થઈ જન્મદિવસની ઉજવણી કરી છે.
આ ઉપરાંત શ્રી માતૃ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના નેજા હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ નુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. ગયાં વર્ષે પણ તેવો એ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો છે. રીવાબાએ પોતાના જન્મદિવસ પર એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેના કારણે ચારેતરફથી તેમની વાહવાહી થઈ હતી. આમ, રિવાબાબા જાડેજા દર વર્ષે સમાજ સેવાના કાર્યોથી પોતાનો જન્મદિન ખાસ બનાવે છે.