Viral video

રોમાનિયાની ભુરી મહેસાણા સ્ટાઈલ મા એવુ ગુજરાતી બોલી કે હસીહસી ને લોટ-પોટ થઈ જશો ! વિડીઓ બે બાર જોવા પડશે

સોશિયલ મીડિયામાં (Viral video)નેક પ્રકારના વિડીયો વાયેલ થતા હોય છે, ત્યારે હાલમાં જ રોમનીયાની યુવતીએ કડકડાટ ગુજરાતી બોલ્યું! આ યુવતીના મોઢેથી ગુજરાતી સાંભળીને તમે પણ આશ્ચયમાં મુકાઈ જશો. ખરેખર આ વીડિયો ખૂબ જ રમુજી છે અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપણે એ તો કહીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી(Gujarati) ત્યાં સદાકાળ ગુજરાત પરંતુ ખરા અર્થે તો એ પણ સાબિત થાય છે કે વિદેશીઓ પણ જ્યારે ગુજરાતમાં પધારે તો ગુજરાતી જ બની જાય.

વાત જાણે એમ છે કે,રોમાનિયાની ભુરી મહેસાણા સ્ટાઈલમાં એવુ ગુજરાતી બોલી કે હસીહસી ને લોટ-પોટ થઈ જશો ! આ વીડિયો તમે વારંવાર જોશો. આ વાયરલ વિડીયો હાલમાં દરેક ગુજરાતીઓ અને મહેસાણાના લોકો ને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આપણે જાણીએ છે કે ગુજરાતમાં આપણી બોલીના લહેકા બદલાઈ જાય છે.

આ વિડીયો RJદેવાંગ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે.RJ દેવાંગ અવારનવાર સોશિયલ મીડિયામાં હાસ્યાસ્પદ વિડીયો પોસ્ટ કરતા રહે છે, જેમાં ખાસ કરીને તેઓ સામન્ય લોકોના વાસ્તવિક રમુજી વિડીયો પોસ્ટ કરતા હોય છે. હાલમાં જે વિડીયો અપલોડ કરવામા આવ્યો છે, જેમાં તેમણે એક રોમનીયાની યુવતી (Girls) સાથે વાતચીત કરી છે.

આ વીડિયો તમે જોઈ શકશો કે દેવાંગે યુવતીને કહે છે કે હું તમને ગુજરાતી શીખવું ત્યારે જ યુવતી તો કહેવા લાગે છે કે બસ બસ… મારું નામ અદલીના છે અને હું રોમનીયા થી છું. આ સાંભળીને દેવાંગ પણ આશ્ચયમાં મુકાઈ જાય છે, ત્યારે યુવતી કહે છે કે રહેવાનું પોગ્રામ તો છે જ!  આ સાંભળીને દેવાંગ યુવતી સામે માવો ખાવાની સ્ટાઇલ કરે છે ત્યારે યુવતી કહે છે.

માવો ખરાબ હોય છે એટલે કે માવો ખરાબ હોય છે, ત્યારબાદ દેવાંગ મેહોણા ( mahesana)ગુજરાતી યુવતી પાસે બોલાવે છે. આ બોલી સાંભળીને તમે હસવું નહિ રોકી શકો, આ યુવતી મેહોણા સ્ટાઇલમાં બોલે છે કે, ઓવ…હેળો તાણે…તારું ભોળું ફોડી નાખે… ખરેખર આ રોમનીયાની યુવતી તમારું દિલ જીતી લેશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!