દેવાના બોજ હેઠળ યુવકે આપઘાત કર્યો, પુત્રનાં મૃત્યુના કારણે પિતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું.
હાલમાં આપઘાતના અનેક બનાવ બની રહ્યા છે, ત્યારે મુખ્યત્હાલમાં થોડા દિવસોમાં જ દેવું ને લીધે અનેક વેપારીઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ કરુણ દાયક ઘટના બની છે, જેના પગલે પરિવાર એક સાથે પિતા અને પુત્રને ગુમાવ્યા છે. આ દુઃખ સહન કરવું ખૂબ જ અઘરું છે. દરેક વ્યક્તિઓ પાસે જીવનની મુશ્કેલીઓ સામે સામનો કરવાની તાકત ન હોય ત્યારે તે અંતિમ પગલાં તરીકે આત્મહત્યાનો સ્વીકારે છે.
આ ઘટના ઘટી છે, અમદાવાદનાં બોપલ વિસ્તારમાં જ્યાં પિતા અને પુત્ર બને પોતાનું જીવન ટુંકાવી દિધુ. ઘટના એવી બની હતી કે, સરખેજ વિસ્તારમાં એક યુવકે આપઘાત કર્યો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં એક સુસાઇડ નોટ મળી આવી હતી. બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હોવાથી આ મામલે સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે.
દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને આઘાતમાં સરી પડતા યુવાનના પિતાએ પણ પોતાનું જીવન ટૂંકાવી દિદ્ય અને આ મામલે હવે બોપલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પિતા અને પુત્રનું એક સાથે અવસાન થતા પરિવાર પર જાણે કે દુઃખના ડુંગર પડ્યા હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા અને મૂળ સાવરકુંડલાના બને પિતા અને પુત્ર નાં નિધન થી અરેરાટી વ્યાપી છે. સરખેજ મકરબા રોડ પર આવેલી ઓફિસમાં પુત્ર અલ્પેશ પલાણે પાંચમી સપ્ટેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ લીધો અને અલ્પેશે આપઘાત કરવા પાછળનું કોઈ કારણ નહીં હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. અલ્પેશે સુસાઇડ નોટમાં લખ્યું છે કે, “હું મારી મરજીથી મારા અંગત કારણોસર આ પગલું ભરું છું.” આ ઉપરાંત પોલીસ કોઈને પણ હેરાન ન કરે તેવો ઉલ્લેખ કરાયો છે.
આપઘાત કરવા પાછળનું પ્રાથમિક કારણ દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પિતા એ પણ હાલ પોલીસ દેવું વધી જવાથી બંનેએ આપઘાત કર્યો છે કે આપઘાત પાછળ કોઈ બીજું કારણ છે તેની તપાસ કરી રહી છે. આ બંનેનાં અંતિમ સંસ્કાર કરવા માટે તેમના મૃતદેહોને વતન લઈ જવામાં આવ્યા.