Gujarat

મહત્વ નો આગાહી ! આગામી પાંચ દિવસ રાજ્ય ના આ ક્ષેત્ર મા ભારે વરસાદ….

હવામાન ખાતા ની આગાહી મુજબ છેલ્લા બે દિવસ મા રાજય ના અનેક જીલ્લા ઓ મા સારો એવો વરસાદ વરસ્યો છે સુરત અને સૌરાષ્ટ્ર મા છેલ્લા 24 કલાક મા વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્ય ના 85 તાલુકા મા નોંધનીય વરસાદ વરસ્યો હતો. સાંજે બે કલાકમાં સૌથી વધુ વરસાદ અમરેલીના ખાંભામાં 93 એમએમ વરસ્યો છે. તો ગીરસોમનાથના સુત્રાપાડામાં પણ ભારેથી અતિભારે 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત હવામાન ખાતા ની આગાહી પર નજર નાખીએ તો ડાયરેક્ટરે જણાવ્યું હતુ. મનોહર મોહંતી ના જમાવ્યાછે અનુસાર આગામી પાંચ દિવસ રાજ્ય મા સાર્વત્રિક વરસાદ પડી શકે છે. અને સારો એવો વરસાદ વરસશે અને રાજ્ય પર હાલમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. 8-9મી સપ્ટેમ્બરે વલસાડ, દ.ન.હ, અમરેલી, ગીરસોમનાથ, દીવ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પડશે, આ ઉપરાંત સુરત ભરૂચ, અંકલેશ્વરમાં ભારે વરસાદની શક્યતા છે.

આજે અને કાલે વલસાડ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથમાં અતિ ભારે વરસાદ પડી શકશે. આ ઉપરાંત અન્ય વરસાદી આંકડા પર નજર નાખવામા આવે તો રાજકોટના ગોંડલમાં પણ બે કલાકમાં 86 એમએમ વરસાદ વરસ્યો છે.

જો અન્ય તાલુકા ઓ ની વાત કરીએ તો વેરાવળમાં 40 એમ.એમ. વડીયામાં 37 એમ.એમ. ગીર ગઢડામાં 36 એમ.એમ. મહુવામાં 33 એમ.એમ. વિંછીયામાં 29 એમ.એમ, રાજુલામાં 28 એમ.એમ, મૂળીમાં 26 એમ.એમ, ધારીમાં 20 એમ.એમ, વરસાદ વરસ્યો છે. વેરાવળમાં 40 એમ.એમ. વડીયામાં 37 એમ.એમ. ગીર ગઢડામાં 36 એમ.એમ. મહુવામાં 33 એમ.એમ. વિંછીયામાં 29 એમ.એમ, રાજુલામાં 28 એમ.એમ, મૂળીમાં 26 એમ.એમ, ધારીમાં 20 એમ.એમ, વરસાદ વરસ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!