કાર ચાલકે ભાઈ-બહેન ને હડફેટે લેતાં બંનેનું ઘટના સ્થળે મુત્યુ થયું! ભાઈ પોતાની બહેન ઘરે મુકવા જ્તો હતો અને બન્યું આવું કે..
કહેવાય છે ને કે, ભાઈ બહેનનો પ્રેમ અતૂટ હોય છે. જગતમાં આ સંબંધ જ રૂડો અને પવિત્ર છે જેમાં બંને જીવ એક બીજાનાં સુખ અને દુઃખમાં જોડાયેલ હોય છે. હાલમાં જ એક કરુણ ઘટના બની જેમાં ભાઇ બહેન પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે ચાલો જાણીએ કે આખરે ઘટના શું બની હતી.
વાત જાણે એમ છે કે, ખેરગામ-વલસાડ રોડ પર વાવ ફાટકના વળાંક પાસે ખેરગામ તરફ આવી રહેલી એકટીવાને વલસાડ તરફ જઈ રહેલી કારના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા મોપેડ પર સવાર 20 વર્ષીય યુવાન અને તેની 22 વર્ષીય બહેનનું ઘટનાસ્થળે જ દૂખ નિધન થતા જ પરિવારમાં શોકમય વાતાવરણ છવાઇ ગયો. કેવો સંજોગ કેહવાય કે ભાઈ બહેન પોતાના જીવ સાથે ન ગુમાવ્યા હતા.
સૂત્ર દ્વારા જામબ મળ્યું હતું કે ,ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે ત્યાં પહોંચી ગયા હતા,પરંતુ અકસ્માતમાં ભાવિન અને ભૂમિકા બંને ભાઈ-બહેનના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તેમને ખેરગામ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા તેમજ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. જ્યારે કારના ચાલકને ઘટનાસ્થળેથી જ ઝડપી લઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
બુધવારે ભૂમિકા તેના સાસરેથી પોતાના પિયર ખેરગામ રહેવા માટે આવી હતી. સાંજે 7:30 વાગ્યાની આસપાસ ભૂમિકા તેના નાના ભાઈ ભાવિન નરેશભાઈ પટેલ સાથે તેમની એકટીવા મોપેડ પર ખેરગામ જવા માટે નીકળ્યાં હતા.દરમિયાન તેઓ વાવ ફાટકના વળાંક પાસે પહોંચતા સામેથી પૂરઝડપે આવી રહેલી મારુતિ બલેનો કારના ચાલકે તેમની મોપેડને અડફેટે લેતા એક્ટીવા પર સવાર બંને ભાઈ-બહેન રસ્તાની બાજુમાં ફેંકાયા હતા.
આ બનાવમાં ભાઈ-બહેનને ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. ઘટના બાદ તરત જ આજુબાજુથી લોકો દોડી આવ્યાં હતા તેમજ ખેરગામ પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. બંનેને ખેરગામની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા પરતું વિધિનાં લેખ લખાઈ ગયા હતા અને બંને ભાઈ બહેન સાથે જ પોતાના જીવ ગુમાવ્યા. બંને દિવ્ય આત્મને શાંતિ આપે એજ પ્રાર્થના.