ગામડા ના યુવાને ભંગાર ના સામાન માથી એવુ બુલેટ બનાવ્યું કે તેમ કહેશો કે વાહ ભાઈ…
ગામડા ના યુવાને ભંગાર ના સામાન માથી એવુ બુલેટ બનાવ્યું કે તેમ કહેશો કે વાહ ભાઈ…દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે તેની મનપસંદ બાઇક હોય પરંતુ ક્યારેક પરિસ્થિતિઓના લીધે સપનાઓ સાકર નથી થતા. આજે અમે આપને એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું જેને પોતાની આવડત થકી એવું કામ કરી બતાવ્યું જે આપણા સૌ માટે પ્રેરણાદાયી બની રહેશે અને ખરેખર આ યુવાન ખૂબ જ વખાણ ને પાત્ર છે કારણ કે તની અનોખા કાર્ય થી એ શીખવા મળે છે કે આજના સમયમાં જો વ્યક્તિ ઈચ્છે તો અશક્ય ને શક્ય બનાવી શકે છે.
હાલમાં જ એક યુવાની ચર્ચા તેના કાર્ય નાં લીધે સોશિયલ મીડિયામાં થઈ રહી છે પાટડી તાલુકાના બજાણા ગામના માત્ર 12 ચોપડી પાસ યુવાને પોતાની આગવી કોઠા સૂઝથી વર્ષો જૂની ભંગારના સાધનોમાંથી 70થી 75 કિ.મી.ની એવરેજ આપતુ મોડીફાય કરેલુ બુલેટ બનાવ્યું છે. અત્યાર સુધીમાઆ બુલેટમા જે પાર્ટ દેખાઈ રહ્યા છે. એ બધા જુના પાર્ટને કલર અથવા બફિંગ કરીને ફિટ કરેલા છે. હવે જે પાર્ટ લાગશે એ બધા નવા આવશે.બુલેટ બનાવના તેમના મિત્રો ખૂબ જ સહયોગ આપેલ.
ખરેખર આ યુવાન ખૂબ જ આશાવાદી છે.જો દ્રઢ સંકલ્પ હોય તો ગમે તેવી પરિસ્થિતિ આપણે સફળતા મળે છે અને કુદરત કળા દરેક ને આપી હોય છે પરંતુ બસ મહેનત અને આત્મવિશ્વાસ થી કાર્ય સફળ થાય છે. આ યુવાન મિત્ર માટે અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા મેળવી છે. પાંચથી છ કલાક ફાળવીને માત્ર 3થી 4 મહિનામાં જ 70થી 75 કિ.મી.ની એવરેજ આપતું અત્યાધુનિક બુલેટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.
આ યુવાન બસ આ જ ઇચ્છા નથી પરતું તેનો સંકલ્પ છે કે તેરણમા ટુરિસ્ટને ફેરવવા માટે ઇલેક્ટ્રિક જીપ્સી કરવાનું વિચારી રહ્યો છુ. એનાથી વેરાન રણમાં ફોટોગ્રાફરોને પક્ષીઓની વધુ નજીક જઇ શકાશે અને પ્રદૂષણ પણ શૂન્ય રહશે અને સાથે અવાજ ન હોવાને કારણે પક્ષીઓને ડિસ્ટર્બ પણ નહીં કરે. ખરેખર આ યુવાન એવા દરેક યુવાન માટે પ્રેરણા રૂપ છે.