એક બસ ચાલકની આ ભૂલને કારણે 17 લોકોએ જીવ ગુમાવ્યો અને પછી થયું આવું…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અકસ્માત ગમે ત્યારે સર્જાય જાય છે અને તેનું કોઈ નિશ્ચિત નથી હોતું આપણે ગમે તેટલું ધ્યાન કેમ ન રાખીએ પરતું જે થવાનું હોય તે થઈને જ રહે છે. આજે અમે આપને એક એવો જ કિસ્સો સાંભળવી રહ્યા છે તેને સાંભળતા હદય દ્રવી ઉઠશે.
આપણે સૌ કોઈ જાણીએ કે ક્યારેય પણ ડ્રીંક કરીને વાહન ન ચલાવવું જોઈએ કારણ કે તેનું પરિણામ ભયાનક આવે છે અને આપણી સાથો સાથ બીજા લોકોનું જીવન પણ આપણે દાવપર મૂકી દેતા હોઈએ છીએ. હાલમાં જ
કાનપુરમાં થયેલા રોડ અકસ્માતમાં 17 લોકોના મોત બાદ પોલીસે હાલ તપાસ હાથ ધરી છે. જેમાં જાણવા મળ્યુ છે કે ડબલ ડેકર બસનાં ડ્રાઈવરે દારૂ પીધો હતો. લ
જોકે દુર્ઘટના થવાનાં થોડા સમય પૂર્વે જ આર.ટી.ઓની ટીમે બસની તપાસ કરીને તેને લીલીઝંડી આપી હતી. બસ રવાના થયાનાં થોડા જ સમય બાદ તેનો એકસીડન્ટ થઈ ગયુ હતું. આ મામલે તપાસ હાથ ધરાઈ છે. જેમાં ડ્રાઈવરો પર હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ બસ સામે અથડાયેલા ટેમ્પોમાં સવાર લોકો પર કોરોના પ્રોટોકોલનાં ઉલ્લંધનનો કેસ કરવામાં આવ્યો છે.
આ અકાસ્માત્મા 17 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેમાં ઘટના બાદ બસના ડ્રાઈવર અને કંડકટર ફરાર થઈ ગયા હતા. જેને પકડવા માટે ટીમ બનાવવામાં આવી છે. સાથે જ ઘટનાસ્થળે ફોરેન્સીક ટીમ અને ટેકનિકલ ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જાણવા મળ્યા મુજબ મૃતકો પૈકી મોટાભાગનાં ટેમ્પોમાં સવાર યાત્રીઓ હતા હવે આપણે આ ઘટના પરથી શીખ લેવી જોઈએ કે આવું ક્યારેય ન કરવું જોઈએ.