મોરબીમાં ધોળે દિવસે મહિલાનાં ગળામાંથી અઢી તોલાની દિલધડક લૂંટના દ્રશ્યો થયા કેદ…જુઓ વીડિયો

આપણે જાણીએ છે કે, દિવસેને દિવસે ચોરીના અનેક બનાવો બનતા હોય છે, ખાસ કરીને હાલમાં દિવાળીનો માહોલ છે ત્યારે ચોરીનું પ્રમાણ મૉટેભાયે વધ્યું છે. ખાસ કરીને ધોળે દિવસે અનેક શહેરોમાં ચેઇન સ્નેચિંગની ઘટના બનતી હોય છે. આ ઘટના ચોરો ચાલુ ગાડીમાં કે, ભીડભાળવાળીમાં નજર સામેથી ક્યારે કિંમતી વસ્તુઓ ચોરી જાય ખબર પણ ન પડે. હાલમાં જ આવો એક કિસ્સો આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આપણે જાણીએ છે, ચોરો દ્વારા ચાલુ વાહને મહિલાઓના ગળામાંથી સોનાની ચેન લૂંટીને ભાંગી જતા હોય છે, આ ઘટના દરમિયાન ક્યારેક મહિલાનો જીવ પણ જોખમમાં મુકાઈ છે કારણ કે ચેન ખેંચવાથી ક્યારેક ગળાના ભાગમાં ઇજા પણ થતી હોય છે. હાલમાં જ આવી ઘટના નજર સામે આવી છે. દરેક મહિલાઓ માટે આ ચેતવણી રૂપ સમાન કિસ્સો છે. આ વિડીયો જોશો તો વિચારમાં પડી જશો કે આવું કઈ રીતે બન્યું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોરબી શહેરમાં ધોળે દિવસે બે યુવકોએ ચાલુ ગાડીએ મહિલાના ગળામાંથી અઢી તોલાનો ચેન લૂંટીને ફરાર થઇ ગયા અને આ સમગ્ર ઘટણ સીસીટીવી ફુટેજમાં કેદ થઇ છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, જી.આઈ.ડી.સી પાસે આવેલ ચિત્રકુટ સોસાયટીમાં ઘર પાસે ઉભેલા મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન આંચકીને બાઇક પર ફરાર થઇ ગયા હતા.

આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ત્રણ મહિલાઓ સોસાયટીના રોડ વચ્ચે વાતચિત કરી રહી છે, અચાનક બે ગાડીમાં યુવાનો આવીને વચ્ચે ઉભેલ મહિલાના ગળામાંથી ચેન ઝપટીને ભાગે છે.હાલમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે. ખરેખર આ વિડીયો ખુબ જ ચોંકાવનાર છે. આવા બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *