કેનાલ મા નાહવા પડતા બે સગા ભાઈ ના મોત થયા જ્યારે મીત્ર દોરડુ
વડોદરા ના શહેર નજીક શેરખી ભીમપુરા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં 2 યુવાનો ડૂબીને મોત ને ભેટ્યા હતા જેમાં થી બે સગા ભાઈ હતા. અને એક યુવાન નો બચાવ થયો હતો. જેવો મજુરી કામ કરી ને ઘરે પરત ફરતા વેળા એ શ્રમિકો નાહવા માટે કેનાલમાં પડ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
મૃતક મા બન્ને ભાઈ ઓ એલ એન્ડ ટી દ્વારા બનાવવામાં આવી રહેલા એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં મજૂરીકામ કરતા હતા. જેવો મુળ
ઝારખંડ હતા અને બન્ને સગા ભાઈ અજય ભોઈટા (ઉં. 30 ) તથા તેનો નાનો ભાઈ વિનોદ ભોઈટા (ઉં. વર્ષ 28) વડોદરા ના શહેર નજીક શેરખી ભીમપુરા ચોકડી પાસે આવેલી નર્મદા કેનાલમાં ડુબી ને મૃત્યુ પામ્યા હતા. જયારે એક ની બચાવ થયો હતો.
આ ઘટના મા બે ભાઈઓ અજય અને વિનોદ નાહવા પડયા ત્યારે ડુબવા લાગ્યા હતા ત્યારે મિત્ર સરજુએ બચાવવા માટે કેનાલ મા કુદકો માર્યો હતો ત્યારે ત્રણેય ડુબવા માંડયા હતા અને બુમાબુમ કરી ત્યારે કેનાલ નજીકમાં ઊભેલા એક આધેડ વ્યક્તિ દોરડું અને ડોલ લઈને દોડી આવ્યો હતો અને બચાવવા માટે ડોલ સાથે દોરડું નર્મદા કેનાલમાં નાખ્યું હતું, જેમાં સરજુ ડોલ અને દોરડું પકડી લેતાં તેનો બચાવ થયો હતો.
આ ઘટના બાદ ફાયરબ્રિગેડ અને તાલુકા પોલીસને ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડ ની ટીમે બન્ને ના મૃતદેહ બહાર કાઢ્યા બાદ લાશનો કબજો તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી