હાર્દિક પંડ્યા નો આ જુનો વિડીઓ પેલા ક્યારે પણ નહી જોયો હોય , ધડાધડ છગ્ગા ફટકારી દીધા હતા
સોશિયલ મીડિયા એવો યુગ છે, જ્યાં ગામના ઓટલની જેમ વાતો ફેલાતા વાર નથી લાગતી. હાલમાં જ જ્યાં જુઓ ત્યાં હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને આ વિડ્યો જોતાની સાથે જ તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં આ જ વીડિયોની બોલ બાલા છે. ત્યારે ચાલો આપણે જાણીએ કે આખરે આ વીડિયોમાં એવું બધું શું છે જેનાં લીધે ખૂબ જ ચર્ચા થઈ રહી છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાર્દિક પંડ્યા આખી દુનિયામાં ઝડપી બેટિંગ માટે પ્રખ્યાત છે. હાર્દિક હાલમાં શિખર ધવનના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસ પર છે. દરમ્યાન હાર્દિકની ધુંઆધાર બેટિંગનો એક ખૂબ જ જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને દર્શકોનું દિલ જીતી લીધું છે અને જ્યાં જુઓ ત્યાં આ જ વિડિયોની ચર્ચા થઈ રહી છે.
હાર્દિક પંડ્યાએ તેની ઝડપી બેટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો 2011 નો છે અને હાર્દિક સ્થાનિક ટૂર્નામેન્ટમાં બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં હાર્દિક હંમેશની જેમ લાંબા લાંબા શોટસ રમતો જોવા મળી રહ્યો છે.
હાર્દિક પંડ્યાનો આ વિડીયો એકદમ જૂનો છે. આ વિડીયો લગભગ 10 વર્ષ જુનો છે. ત્યાં સુધી હાર્દિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો ન હતો. તે 2015 માં આઈપીએલ ફ્રેન્ચાઇઝ મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ બન્યો હતો. ત્યારબાદથી સમગ્ર વિશ્વમાં હાર્દિકનું નામ ઘણું પ્રખ્યાત છે. તે ક્ષણભરમાં મેચ ફેરવવા માટે જાણીતો ખેલાડી છે. હાલમાં સોશિયલ મીડિયામાં અત્યારે આ વીડિયો ફરીથી વાયરલ થયો છે ત્યારે ફરી એકવાર દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે.