Gujarat

છોકરા છોકરી કોર્ટ મા મેરેજ કરે કે લગ્ન નોંધણી કરાવે તો મા બાપની સંમતિ ફરજીયાત લેવામા આવે : ચંદનજી ઠાકોર

આજ ના સમય મા અનેક એવા પ્રેમીઓ છે જે પોતાના માતા પિતા ની સંમતિ વગર જ લગ્ન કરતા હોય છે અને ઘણી વાર એવા કિસ્સા ઓ પણ સામે આવતા હોય છે કે યુવક યુવતીઓ ઘર છોડી ને જતા રહેતા હોય છે. ત્યારે સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી કોર્ટ મેરેજમાં માતા-પિતાની સંમતિ માટેનો કાયદો બનાવવા માગ કરી છે.

આ પત્ર મા ચંદનજી ઠાકોરે પત્ર મા લખ્યુ હતુ કે ગુજરાતમાં જે પ્રમાણે દિકરા દિકરી મા-બાપની સંમતિ વગર કોર્ટ મેરેજ કરવામાં આવે છે,  દીકરો કે દીકરી બન્ને પુખ્ત વયના હોય કે ના હોય તે એક બીજાની સંમતિથી લગ્નગ્રંથીથી જોડાય છે.’

આ બાબતે મા-બાપ અજાણ હોય છે અને ખબર પડે છે ત્યારે વિવાદ સર્જાય છે. ઘણીવાર આવા કિસ્સામાં મર્ડર પણ થઈ જાય છે. તેના કારણે આખો પરિવાર વેર વિખેર થઈ જાય છે અને જો છોકરાના પરિવારને માલ મિલકત છોડીને ગામ બહાર જતું રહેવું પડે છે. તેમજ દીકરી ગમે એટલી ભણેલી હોય, હોશિયાર હોય પણ તેની સામાન્ય ભૂલના કારણે આખી જિંદગી વેર વિખેર થઈ જાય છે. સમાજ-સમાજમાં કે અન્ય સમાજમાં મોટા ઝઘડા ઉભા થાય છે. આખે નાના સમાજો આવી ઘટનાઓનો ભોગ બને છે’

‘માનનીય મુખ્યમંત્રીને દીકરીના બાપ તરીકે વિનંતિ કરું છું કે જ્યારે દીકરી દીકરો પુખ્તવયના થાય અને તેના લગ્નની નોંધણી જે તે જવાબદાર અધિકારી સમક્ષ કરવામાં આવે છે. તે અધિકારી લગ્ન નોંધણી કરે છે. તે અધિકારી તાત્કાલિક તેના મા-બાપને જાણ કરે અને જે ગુપ્ત લગ્ન નોંધણી થાય છે તે તાત્કાલિક રદ કરે અને જો કોઈ છોકરા-છોકરી કોર્ટ મેરેજ કરે કે લગ્ન નોંધણી કરાવે તો પોતાના મા-બાપની સંમતિ ફરજિયાત લેવામાં આવે મા-બાપની સંમતિ એટલા માટે લેવામાં આવે કે દીકરીને જન્મ આપવાથી માંડીને 18 વર્ષની ઉંમર સુધી પાળે પોષે છે.’

‘મા-બાપ તેને ભણાવે છે. તે દીકરીને પુખ્તવયની થવાની મા બાપ રાહ જોતા હોય છે. સમાજમાં વિવાહ કરવા પડશે અને પોતાની દીકરીના વિવાહ કઈ રીતે કરવા તે માટે રાત દિવસ મહેનત કરે છે. દીકરીના વિવાહ માટે એફડીઓ મુકતા હોય છે. દીકરીના લગ્ન માટે રાત દિવસ કાળી મજૂરી કરે છે. આવી દીકરી ક્યાંકને ક્યાંક લવ મેરેજના રજીસ્ટાર સમક્ષ નોંધણી કરી અને મા-બાપની વેદનાને મોટી ઠેસ પહોંચાડે છે. આપ સાહેબને વિનંતિ કરું છું કે, લગ્ન નોંધણી કરતી વખતે મા-બાપની સંમતિમાં સહી લેવામાં આવે તેવી આપ સાહેબ ને વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!