Entertainment

બાળક સતત રડતુ હતુ જયારે, પેટ નો એક્સરે કરાવ્યો તો ખબર પડી કે પેટમા ગણેશજી…

આ ઘટના દરેક માતાપિતાઓ માટે ચેતવણી રૂપ છે. ખાસ કરીને નાના બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે છે તેઓ ક્યારે કંઈ વસ્તુઓ મોઢામાં નાખી દે ખબર નથી હોતી અને આ તો આધુનિક યુગમાં એવી ટેકનોલોજી આવી ગઈ એટલે સમસ્યા નથી થતી નહિ તો જીવ પણ ગુમાવવાનો વારો આવે છે. સમય અને સંજોગ સારા હોય ત્યારે આવું બને છે.

હાલમાં જ કર્ણાટકનમાં બનાવ બન્યો કે રાત્રે એક મકાનમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજામાં ગણપતિ દાદાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ સમયે ત્રણ વર્ષનું બાળક રમતા રમતા ત્યાં આવી પહોંચ્યું હતું. અને ગણેશની મૂર્તિને ખાદ્ય પદાર્થ સમજીને ગળી ગયો હતો.બાળકને છાતીના ભાગમાં દુઃખાવો થતાં તેને તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકના શરીરમાં મેટલની વસ્તુ હતી.

પરિવારે તેને સારવાર માટે ઓ-લ્ડ એરપોર્ટ રોડ ઉપર મણીપાલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યારે તબીબો બાળકની તપાસ કરી હતી. ડોક્ટરોને ધ્યાનમાં આવ્યું કે બાળકના શરીરમાં ધાતુની મૂર્તિ છે. ત્યારબાદ તેની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.ત્યારબાદ ડોક્ટરોએ તરત જ એ- ન્ડોસ્કોપી કરીને મૂર્તિને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. અને થોડા સમય બાદ એન્ડોસ્કોપી દ્વારા ડોક્ટરોએ બાળકના શરીરમાંથી ગણેશની મૂર્તિને બહાર કાઢી હતી. આ મૂર્તિ લગભગ 5 સેન્ટી મીટરની હતી. કલાકોની મહેનત બાદ છોકરાને મૂર્તિમાંથી મૂક્ત કર્યો હતો.

યોગ્યસમયે જાણ થતાં અને સારવાર કરતા બાળકનો જીવ બચી ગયો અને મૂર્તિ એવી જગ્યાએ અટવાયેલી કે બાળકને વધુ તફલિક ન થઈ નહિ તો બાળકો જીવ પણ જતો રહેત. દરેક માતાપિતાઓએ પોતાના બાળકનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!