Entertainment

મહિલા ચીફ ઓફિસરે પટાવાળા તરીકે ફરજ બજાવનારા સેવકભાઈ નિવૃત થતા આપ્યુ અનોખુ સન્માન કર્યું સૌના દિલ જીતી લીધા

આજના સમય દીકરાઓ થી વધુ દીકરીઓ દેશ અને પરિવારનું ગૌરવ વધારી રહી છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની જેના વિશે જાણીને તમારું હ્દય ગર્વ અનુભવશે. વાત જાણે એમ છે કે, પોતે ચીફ ઓફિસરમાં ઉચ્ચ પદે બિરાજમાન હોવા છતાં પણ 40 વર્ષથી પટાવાળા તરીકે ફરજ બજાવનારા સેવકભાઈ નિવૃત થતા તેમનું અનોખી રીતે સન્માનિત કરવામાં આવ્યા અને સૌ કોઈનું દિલ જીતી લીધું.

કહેવાય છે ને કે ઘણા લોકોમાં એવો સ્વભાવ હોય છે કે, ગમે તેવા ઉચ્ચ પદ બિરાજમાન કેમ ન હોય પરતું પોતાની ગરિમા ક્યારેય નથી ભૂલતા. ખરેખર આ ઘટના બની છે ખેડા નગર પાલિકામાં જ્યાં સેવક ભાઈની નિવૃત્તિની વિદાઈ સમયે આ હૃદય સ્પર્શી ઘટના ઘટી ગઈ હતી. આપણે જાણીએ છે કે, આવી ઘટનાઓ ભાગ્યે જ જોવા મળે છે. દરેક વ્યક્તિને સન્માન આપવું એ મોટી વાત છે અને એમાં પણ ખુશી ની વાત એ કહેવાય છે કે, પોતાના પિતા સમાન સમજી ને મહિલા ઓફિસરે જે કર્યું એ વખાણવવા લાયક છે.

ખેડા નગરપાલિકામાં સતત 40 વર્ષ પાલિકાના સભાગૃહમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ઉપાધ્યાય તાજેતરમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા. ખેડા નગર યારે ખેડા પાલિકામાં ચીફ ઓફિસરે તેમની કચેરીના સેવક ભાઈના વિદાય પ્રસંગે વિશિષ્ટ રીતે બહુમાન કર્યુ છે. ચીફ ઓફિસરની ચેમ્બરમાં રાજેશ ઉપાધ્યાયને લાવીને મુખ્ય અધિકારીની ખુરશી ઉપર બેસાડી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ જોઈને સૌ કોઈ નું હૈયું જીતાઈ ગયું હતું અને સૌથી મોટી વાત એ છે કે,પિતાતુલ્ય કર્મચારીનું સન્માન કરવાની તક જવા દીધી નથી અને આ કાર્ય કરીને એ સાબિત કરી બતાવ્યું કે, આજના સમયમાં એવા લોકો હોય છે કે, તેઓ ક્યારેય કોઈ વ્યક્તિને તેના પદ થી નક્કી નથી કરી શકતા પરતું વ્યક્તિના ગુણો થકી અને તેના કામગીરી માટે તેની ઓળખ થવી જોઈએ એ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!