અનેક લોકો ના જીવ બચાવનાર મહીલા ડોક્ટર જીવન નો જંગ હાર્યા ! મૃત્યુ પહેલા બાળક ને જન્મ આપ્યો
કોરોના કાળ ની બીજી લહેર મા અનેક લોકો એ પોતાના સ્વજનો ને ગુમાવ્યા હતા. અને ઘણા લોકો એવા પણ હતા કે જેણે પોતાના સ્વજનો ના ગુમાવ્યા છતા ફરજ પર હાજર રહ્યા જેને આપણા કોરોના વોરીયર કહીએ છીએ. ડોક્ટરો પોતે કોરોના પોઝીટીવ હોવા છતા લોકો ની સેવા કરતા રહ્યા. એવી જ એક મહિલા ડોક્ટર કે જેણે અનેક લોકો ના જીવ બચાવ્યા હતા. તેણે દુનિયા ને અલવિદા કહી દીધુ છે.
ઉત્તર પ્રદેશ ના લખનૌવની આ ઘટના છે જેમાં એક મહિલા ડોક્ટર છેલ્લા 141 દિવસ થી વેન્ટીનેટર પર હતી અને આખરે તે જિંદગી ની જંગ હારી ગઈ હતી. મહીલા ડોક્ટર ને બચાવવા માટે ખુબ પ્રયાસ કરવા મા આવ્યો હતો આ ઉપરાંત ઉત્તર પ્રદેશ ના સી.એમ એ પણ દોઢ કરોડ રુપીયા ની સહાય કરી હતી છતા જીવ બચ્યો નહોતો.
આપણે જે મહીલા ડોકટર ની વાત કરીએ છીએ તેનુ નામ શારદા સુમન છે. પાંચ મહિના પહેલા ડોક્ટર શારદા ગર્ભવતી હતી છતા તેવો ફરજ પર હાજર રહ્યા હતા. અને કોરોના કોળ મા લોકો નો ઈલાજ કરવાનું કામ ચાલુ રાખ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ તેવો પણ કોરોના પોઝીટીવ થયા હતા ત્યાર બાદ તેમની હાલત ખરાબ થતા. 14 એપ્રીલ ના રોજ લખનૌવ ના રામ મનોહર લોહીયા હોસ્પીટલ મા ભરતી કરવામા આવ્યા હતા.
ત્યાર થી તેવો ત્યા વેલટીનેટર પર હતા અને સારવાર ચાલી રહી હતી ડોકટરો એ પમ તેને બચાવવાના પાટે ઘણા પ્રયાસો કર્યા હતા. ડોક્ટર શારદા ની હાલત વધારે ગંભીર બનતા બાળક ને બચાવવા માટે બાળક નો 1 મે ના રોજ જન્મ કરાવવા મા આવ્યો હતો.
જણાવી દઈએ કે ડો.શારદા સુમન વર્ષ 2018 માં લોહિયા સંસ્થાના ગાયનેકોલોજી અને પ્રસૂતિ વિભાગમાં જુનિયર રેસિડેન્ટ તરીકે જોડાયા હતા. તેણે 29 મે 2019 ના રોજ ખલીલાબાદના રહેવાસી ડોક્ટર અજય સાથે લગ્ન કર્યા. બંને લોહિયા હોસ્પિટલમાં ડોક્ટર છે.