સાડા ત્રણ વર્ષનો બાળક રમતો કાર કાળ બનીને આવી!પરિવારે દીકરો ગુમાવતા તેની આંખો દાનમાં દીધીને કહ્યું કે, તેની આંખોથી અમને એ જોઈ શકશે.

ઈશ્વર ક્યારે શું કરે તે કોઈ નથી કહી શકતું. ખરેખર દુઃખ ક્યારે આવીને દસ્તક આપે તે કોઈ ન કહી શકે. હાલમાં જ સુરતમાં એવી ઘટના ઘટી જેના લીધે એક પરિવારનો ચિરાગ બુઝાઈ ગયો. પરંતુ આ પરિવારે ખુબ જ સરહાનીય કાર્ય કર્યું. કહેવાય છે ને કે,વિધિના લેખ કોઈ બદલી ન શકે પરંતુ માણસ ને ભગવાન ખુબ જ સારી વિચાર શક્તિ અને માનવતાની જ્યોત આપી છે. આ પરિવારે અક્સ્તમાતમાં પોતાના બાળક ગુમાવ્યો પરંતુ તેના નેત્ર થી કોઈકને દ્રષ્ટિ આપી. સુરતની આ ઘટના સૌ કોઈ માટે પ્રેરણારૂપ બની છે. આમ પણ સુરત શહેર અંગદાનમાં મોખરે રહ્યું છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં અજાણ્યા વાહનચાલકની અડફેટે સાડાત્રણ વર્ષનું બાળકનું મુત્યુ થયું હતું.પોતના લાડકવાયા દીકરાના મૃતદેહને જોઈ પરિવાર શોકના મુકાઈ ગયો તો. આ પરિવારે હિમત ન હારી અને પોતાનો બાળક તો ગુમાવ્યો પરંતુ તેના થકી અન્ય જીવને નવ જીવન મળે તે માટે થઈને બાળકની આંખનું દાન કર્યું.

પિતાએ કહ્યું કે ‘અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જોશે. બસ, એ જ અમારી યાદ રહેશે’ મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી છે અને બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.

આ સમગ્ર ઘટનામાં બન્યું એવું કે ઘટના ગુરુવારની સાંજે બની હતી. માસૂમ સેવર કોમ્પ્લેક્સના કંપાઉન્ડમાં બાળમિત્રો સાથે રમતો હતો. ત્યાર બાદ કોઈ સફેદ કલરની કાર સેવરને કચડીને ભાગી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં પુત્રને જોઈ પરિવારના હોશ ઊડી ગયા હતા. માથામાં ઇજા થવાથી તબીબોએ બાળકને મૃત જાહેર કરતાં જૈન પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતુ

 

આ પરિવારે એક ખુબ જ સારો નિર્યણ લીધો અને પોતાના દીકરાને સદાય નિહાળી શકે તે માટે થઇને તેમની આંખોનું દાન કરવાનું વિચાર્યું અને આ પગલાં થી ડો. શક્તિ આબલિયા (મેડિકલ એ જણાવ્યું હતું કે લગભગ સાડાત્રણ વર્ષના બાળકની આંખ ડોનેટનો સુરતમાં પ્રથમ કિસ્સો હોય એમ કહી શકાય છે. ખરેખર ધન્ય છે આ પરિવારને. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ તેમજ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *