Entertainment

2 વર્ષના બાળક ને નાનાં અને મોટા આંતરડા વચ્ચે સ્ક્રુ અટવાય ગયો! સિવિલ હોસ્પિટલનાં ડોક્ટરો બાળકનો જીવ બચાવ્યો…

આપણે જાણીએ છે કે, બાળકો અનેક વસ્તુઓ ગળી જતા છે. ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નોંધાયો હતો જેમાં એક બાળક રમત રમતમાં નાનો સ્ક્રૂ ગળી ગયો હતો. સારવાર દરમિયાન માતા પિતાને આ બાબતની જાણ થતાં તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયાં હતાં.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમદાવાદના સુથાર સુથારી કામ કરતા રામકલાલ ચૌહાણનો 2 વર્ષનો બાળક પિયુષ ઘરમાં રમતા-રમતા કેટલીક વસ્તુઓ ગળી ગયો. જેના કારણે તેને સમયાંતરે ઉલ્ટીઓ થવાની શરૂ થઇ.જ્યારે પિયુષને સતત શરદી અને ઉધરસ રહેવા લાગી ત્યારે તેના માતા-પિતા ખાનગી હોસ્પિટલમાં તેને સારવાર અર્થે લઇ ગયા.

ખાનગી હોસ્પિટલના તબીબોએ એક્સ-રે કરાવતા પિયુષ ત્રણ થી ચાર વસ્તુઓ ગળી ગયો એ ખ્યાલ આવ્યો અને ત્યાંના સર્જનોએ એન્ડોસ્કોપી કરતા નાની ચેઇન અને ટાંકણી તેના પેટમાં હોવાની જાણ થઇ. જે ખાનગી તબીબોએ સર્જરી કરીને દૂર કરી. પરંતુ આ બંને વસ્તુની સાથે સ્ક્રુ પણ તેના પેટમાં હતા. જેણે તબીબોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા

આ સર્જરી કરવી ખાનગી તબીબો માટે જોખમ ભરેલી અને ખર્ચાળ પણ હોવાથી સામાન્ય વર્ગના પરિવાર માટે અશક્ય બની રહી હતી. જેથી પિયુષના માતા-પિતા તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા.તમામ રિપોર્ટ્સ કરાવ્યા બાદ તબીબોના અનુભવના આધારે આ સ્ક્રુ લગભગ 6 થી 8 મહિનાથી આંતરડામાં ચોંટી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું. 2 વર્ષના બાળકના બંને આંતરડા વચ્ચે ફસાયેલા સ્ક્રુને સર્જરી દ્વારા દૂર કરવું પડકાર ભરેલું હતું.

.સર્જરી દરમિયાન તબીબોને આશ્રર્યમાં મૂકે તે બાબત એ હતી કે, સ્ક્રુનો આગળનો ભાગ મોટા આંતરડામાં જ્યારે પાછળનો અણીદાર ભાગ નાના આંતરડા વચ્ચે ચોંટી ગયો હતો. આ સર્જરી દરમિયાન ખૂબ જ ચોકસાઇ વર્તવાની જરૂર હતી.સર્જરી બાદ આંતરડામાં રૂઝ ન આવે અને ટાંકા તૂટી જાય તો પિયુષનો જીવ જોખમમાં મુકાવવાની શક્યતાઓ રહેલી હતી.

બાળક જ્યારે કોઇ બાહ્ય પદાર્થ ગળી જાય ત્યારે તે પ્રથમ નાના આંતરડામાં પ્રવેશે છે ત્યાં થઇને મોટા આંતરડામાં પહોંચી મળમાર્ગથી બહાર નીકળી જાય છે. ઘણી વખત ખોરાકની સાથે મિશ્ર થઇને મળમાર્ગ દ્વારા પણ નીકળી જવાની ઘટનાઓ બને છે પરંતુ પીયૂષમાં આવું ન બન્યું પરતું સિવિલ હોસ્પિટલનાં ટિમો દ્વારા આ કાર્ય શક્ય બન્યું અને બાળકનો જીવ બચી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!