ખોરાક ને બદલે વ્યક્તિ સિક્કાઓ ખાઈને પોતાનું પેટ ભરે છે, કારણ જાણશો તો …
આ દુનિયા ખબર નહિ કેટલા ગજબ માણસો છે જે કાંઈક અંતરગી કામ કરીને સૌને ચોંકાવી દેતા હોય છે, તમને જાણીને નવાઈ લાગશે કે એક એવા વ્યક્તિ છે જેઓ સિક્કા ખાઈને પોતાનું પેટ ભરે છે. ખરેખર આ છે ને ગજબ વાત.આપણે તો ભૂલે ચુકે જો કાંઈ આવી વસ્તુઓ ગળી જઈએ તો ડોકટર પાસે જઈએ છે, ત્યારે એક વ્યક્તિ તો સિક્કા ખાઈ ખાઈ ને જ પોતાનું પેટ ભરે છે. ડોક્ટરો આ વાત થી ચોંકી ગયા.
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક 50 વર્ષીય સંભાર નામનો વ્યક્તિ, જે મેટાલોફેજિયા રોગથી પીડાય છે, તે ધાતુ અને સિક્કા ખાતો હતો. પેટમાં દુખાવો ઉપડતા જ ડોકટર પાસે ગયો અને ત્યારે માલુમ પડ્યું કે તેના પેટમાં ખોરાકની જગ્યાએ સિક્કા, નખ અને પત્થરો જ હતા.દુનિયામાં ઘણી વિચિત્ર વિચિત્ર બીમારીઓ છે, જેના વિશે તમે ચોંકી જશો તમે કંઇક એવો જ રોગ સાંભળ્યો હશે જેમાં વ્યક્તિને ખોરાક સિવાય કંઈપણ ખાવાની આદત પડી ગઈ છે.
ડોક્ટરની યોગ્ય સારવાર થી પેટમાંથી કુલ 72 સિક્કા કાઢી લેવામાં આવ્યા એન્ડોસ્કોપિક સર્જરી સાડા ત્રણ કલાક ચાલેલી હતી અને હવે સ્થિતિ સુધરી રહી છે. ડોકટરોના જણાવ્યા મુજબ, સંબર છેલ્લા 20 વર્ષથી ‘પીકા’ શારીરિક વિકારથી પીડિત છે. પીએકેથી પીડિત લોકોમાં બિન પોષક વસ્તુઓ ખાવાની તીવ્ર ઇચ્છા હોય છે. આને લીધે, સંબરને લોખંડ અને ધાતુના સિક્કા ખાવાની ટેવ પડી ગઈ હતી. આવા તો દુનિયામાં અનેક લોકો હોય છે, જેઓ આવી વસ્તુઓ ખાવાથી ટેવાયેલ હોય છે.