આગામી પાંચ દિવસ ગરમી નુ પ્રમાણ વધશે ! જાણો હવામાન ખાતા એ શુ આગાહી કરી
આ વર્ષ નુ ચોમાસું એક દમ અણધાર્યું રહ્યુ છે. ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા વરસાદ નહીવત થયો છે જેના કારણે ખેડુતો મુશ્કેલી મા મુકાયા છે. આ ઉપરાંત હવામાન ખાતા એ પણ જણાવ્યું હતુ કે હાલ કોઈ એવી સીસ્ટમ સક્રિય થઈ નથી જેથી રાજ્યમાં વરસાદનું અનુમાન લગાવી શકાય, આમ એકાએક વરસાદ પાછો ખેંચાઈ જવા હવે ખેડૂતો પોતાના પાકને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
ચોમાસા ની શરુવાત મા થોડો સારો વરસાદ થયો હતો બાદ મા વરસાદ નહીવત પડ્યો હતો. જો વરસાદ ના આંકડા પર નાખવામા આવે તો હવામાન ખાતા અનુસાર સિઝન નો કુલ વરસાદ 36.17 ટકા નોંધાયો છે. આમ ફરી વરસાદ ખેંચાયો હોવાથી ખેડુતો ચિંતાતુર બન્યા છે અને ખરફી પાક ને મોટુ નુકસાન જવાની ભીતી સેવાય રહી છે.
જો હવામાન ખાતા ની આગાહી પર નજર નાખીએ તો આવનારા પાંચ દિવસ ગરમી નુ પ્રમાણ વધશે તેવો નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત તેમ પણ જણાવવા મા આવ્યુ હતુ. કે દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે.
સામાન્ય રીતે ચોમાસા મા ઓગસ્ટ મહીના મા 450 મીમી જેટલો વરસાદ વરસવો જોઈએ જે ખેડુતો ને ફાયદા કારક છે પરંતુ વરસાદ 253 મીમી જેટલો જ થયો છે અને આગામી પાંચ દિવસ વરસાદ ના કોઈ અણસાર નથી આવી રહયા ત્યારે ખેડુતો મુશ્કેલી મા મુકાયા છે.