કોરોના થી સાજા થયેલા દર્દી ઓ આ બીમારીઓ નો સામનો કરી રહ્યા છે.
કોરોના ની બીજી લહેર બાદ અનેક દર્દીઓ સાજા થય ગયા હતા અને હાલ કેસ પણ ઓછા થય ગયા છે. પરંતુ હાલ ના સમય મા કોરોના માથી સાજા થયેલા દર્દી ઓ ને અનેક સમસ્યા ઓ થઈ રહી છે જેમ કે માથા નો દુખાવો અને ઓછુ દેખાવવુ આ ઉપરાંત અન્ય કારણ એ પણ હોય શકે કે ફોન પર અને લેપટોપ પર વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યુ છે.
જાણીતા ડોક્ટરનું કહેવું છે કે કોરોનાથી સંપૂર્ણ રીતે સાજા થયેલા લોકોમાં માથું દુઃખવાની ફરિયાદ જોવા મળી રહી છે. એવામાં દર્દીની તપાસ બાદ ન્યૂરો અને નેત્રરોગના વિશેષજ્ઞની પાસે મોકલાય છે. આંખ નબળી થવાના કારણે દર્દીને માથામાં દર્દ રહે છે. કોરોનાની અસર શરીરના દરેક અંગ પર પડે છે માટે આંખ પણ પહેલા કરતા ઝડપથી નબળી પડે છે. સાથે જે દર્દીને કોરોનાના સમયે સ્ટીરોઈડનો ઉપયોગ કર્યો છે તેમની આંખ પર તેની અસર જોવા મળે છે.
આ ઉપરાંત જે લોકો ને કોરોના નથી થયો અને બાળકો ને પણ આ તકલીફ થય રહી છે દિલ્હીની હોસ્પિટલમાં કામ કરી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે અહીં આવનારા 60 ટકા બાળકો એવા છે જે એક વર્ષથી શાળાએ જઈ રહ્યા નથી અને ઓનલાઈન ક્લાસ કરી રહ્યા છે. આ કારણે આંખો પર પહેલા કરતા વધારે સ્ટ્રેન પડે છે. બાળકો પર પેરન્ટ્સનું નજર રાખવું જરૂરી છે. જેથી તેમને આંખની તકલીફોથી બચાવી શકાય. આ સિવાય પણ જો કોઈ તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરી લેવો જરૂરી છે.