India

કોરોનાની ત્રીજી લહેર ડાયાબિટીસ દર્દી માટે ઘાતક! ડાયાબિટીસ દર્દીઓને આ બાબતનું ધ્યાન રાખજો.

આપણે સૌ કોઈ જાણીએ છે કે,કોરોનાની બીજી લહેર અનેકગણું આપણા સૌ પાસેથી છીનવી લીધું છે, ત્યારે હવે ત્રીજી લહેર આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ત્રીજી લહેરમાં શું થશે! હાલમાં જ જાણવા મળ્યું છે કે, ત્રીજી લહેરમાં ડાયાબિટીસનાં દર્દીઓને ખાસ ધ્યાન રાખવાનું હોય છે.

કોવિડ-19ની બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરનું ડૉક્ટર્સનું કહેવુ છે કે, અનિયંત્રિત સુગર કોવિડ સંક્રમણમાં ઘાતક સાબિત થઈ શકે છે. કોવિડકાળમાં ડાયાબિટીસના દર્દીઓ માટે સુગરને નિયંત્રિત રાખવું વધુ પડકારજનક બની ગયુ છે, ડાયાબિટીસ જો અનિયંત્રિત હોય તો તેનાથી કોવિડની સારવાર પણ પ્રભાવિત થાય છે.

વાયરસ સંક્રમણથી બ્લડ સુગરનું સ્તર વધી જાય છે. તેનું કારણ એ પણ છે કે, કોઈપણ સંક્રમણ અથવા વાયરલ તાવ બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. કેટલાક મામલાઓમાં એ સંક્રમણની સારવાર માટે આપવામાં આવતી દવાઓ બ્લડ સુગરના સ્તરમાં એ વૃદ્ધિનું કારણ બની શકે છે. જો સુગર એક હદ કરતા વધુ વધે, તો ગંભીર અવસ્થામાં પહોંચી જાય છે.

ડાયાબિટીસના દર્દીઓએ હંમેશાં ઈન્સુલિનના આહારની સાથે ઉપચારની આવશ્યકતા હોય છે. સ્ટીરોઈડ થેરાપી ઉપરાંત, બીમારી દરમિયાન ઘણા અન્ય કારક પણ છે, જે બ્લડ સુગરના સ્તરમાં આ વૃદ્ધિમાં યોગદાન કરે છે, જેમ કે દર્દીના આહારની આદતોમાં બદલાવ.

બીમારીનો તણાવ અને દર્દીના નિયમિત ભોજન અને વ્યાયામના નિયમોનું પાલન કરવામાં અસમર્થતા પણ બ્લડ સુગરના સ્તરને વધારી શકે છે. ડાયાબિટીસથી કિડની, હૃદય અને આંખોમાં જટિલતાઓ થઈ શખે છે. આવા રોગીઓએ વધુ સાવધાન રહેવાની જરૂર છે અને તેમણે પોતાના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે દરેક સંભવિત પ્રયાસ કરવા જોઈએ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!