પિતરાઈ ભાઈ અને બહેન ને પ્રેમ થયો અને પછી સામે આવ્યો ખોફનાક અંજામ ! એક સાથે જ
આપણે ત્યાં કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે અને જે લોકો પ્રેમમાં પડ્યા તેને કંઈ જ નથી દેખાતું. આપણે સોશિયલ મીડિયામાં અનેક ઘટનાઓ વિશે જાણતાં જ હોઈએ છીએ ત્યારે આજે અમે આપને જણાવીશું કે એક પિતરાઈ ભઈ અને બહેન વચ્ચે પ્રેમ પ્રાગર્યો અને પછી જે થયું એ ભયાનક હતું તમે જણશો પુરી વાત તો ચોકી જશો.
આ વાત છે માત્ર તરુણવયના લોકોની જેમાં સુરત શહેરના સચિન જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં પ્રેમી પંખીડાઓએ હૂકમાં દુપટ્ટો અને કાપડ બાંધી ગળેફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું. પિતરાઈ ભાઈ-બહેન પ્રેમમાં પડ્યાં બાદ લગ્ન માટે રૂપિયા ભેગા થયા પછી લગ્ન કરાવવાની પરિવારે વાત કરતાં આપઘાતનો રસ્તો અપનાવ્યો હોવાનું બહાર આવ્યું છે.
ઇન્દર નિશાદ (મૃતક સંતરામનો ભાઈ)એ જણાવ્યું હતું કે સંતરામ રામસેવક નિશાદ (ઉં.વ. 19, રહે. નેમારામની ચાલ શિવાંજલી સોસાયટી સચિન જીઆઈડીસી) ચાર ભાઈઓમાં ત્રીજા નંબરનો ભાઈ હતો. મૂળ યુપીના રહેવાસી છે. સંતરામ સચિન જીઆઈડીસીમાં જરી મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
તમામ ભાઈ સહિત 6 જણા એક જ રૂમમાં એટલે કે રૂમ નંબર 13માં જ રહેતા હતા. બન્ને લગભગ 4-5 મહિનાથી જ એકબીજાને ઓળખતાં હોવાનું જાણવા મળ્યું અને પ્રેમ થયો હતો અને પરિવારજનોએ.સામે લગ્ન કરાવી આપવા સંતરામ 2-3 દિવસ પહેલાં જીદ કરતો હતો. જોકે પૈસા ભેગા થાય એટલે લગ્ન કરાવી દઈશ, એમ કહ્યું હતું. આખરે બન્નેએ આપઘાત કરી લીધો હતો. હાલ આપઘાત પાછળનું અન્ય કોઈ કારણ જાણી શકાયું નથી.