Gujarat

કોરોના થયા બાદ દર્દી અશક્તિ દૂર કરવા થોર ઉપયોગી થઈ શકે, ગુજરાત યુનિવર્સિટી સંશોધન.

જ્યાર થી કોરોના આવ્યો છે, ત્યારથી અનેક લોકો તેને નાબૂદ કરવા માટે અનેક ઔષધિઓ તેમજ તજ્ઞનો ડોકટર દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ચાલો જાણીએ કે આખરે એક નવું જે તારણ  બહાર આવ્યું છે, જેમાં  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુએ કોરોનાની દવા લાલ થોરમાંથી બનાવી હોવાનું સંશોધન થયું છે કોરોના સંક્રમણ થયા પછી અને મટ્યાં પછી આ દવા દર્દીને આપવાથી અસરકારક પરિણામ મળ્યાં છે.

કોરોના બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની ફરિયાદ રહેતી હોય છે.  ફાફડા થોરમાં ઉગતા લાલ ફુલમાંથી બનાવાયેલી આ દવા ઇમ્યુનિટી બુસ્ટર સાબિત થઇ છે. શરીરમાં બ્લડનું પ્રમાણ વધારવામાં પણ તે ખુબ જ મદદરૂપ સાબિત થઇ રહી છે. ફરીદાબાદની બાયોટેક્નોલોજી લેબમાં આ દવા પર કરવામાં આવેલા પરીક્ષણમાં 41 ટકા જેટલા સચોટ પરિણામો મળ્યા છે.

જેમાં 96 ટકા બાઇન્ડિંગ થાય છે તે જાણવા મળ્યું. જેના કારણે શક્યતાઓ વધી જાય છે કે, કોરોના વાયરસનું રેપ્લીકેશન અટકી શકે છે. પછી રિઝનલ ટેક્નોલોજી ઓફ બાયોટેક્નોલોજીમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, 24 કલાકમાં જ 41.7 ટકા વાયરલ રેપ્લિકેશનને મેડીસીન અટકાવે છે.આની ટ્રીટમેન્ટમાં જાણવા મળ્યું કે, સ્પોર્ટીવ ટ્રીટમેન્ટમાં હિમોગ્લોબીન વધે છે. RBC,WBC પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે અને સાથે CRP અને LDH નું લેવલ પણ ઘટે છે. જેથી આ દવા કોરોનાના દર્દીઓને ખુબ જ અસરકારક નિવડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!