દિવસ રાત કોરોના દર્દી સેવા કરીને બે બહેનો પોતાની મહેનતની રકમ રૂ.51000 શહીદ જવાનોના પરિવારને અર્પી.
પોતાના કે પારકાની સેવા કરવી એ જ સૌથી મોટો ધર્મ છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને જીવનમાં અનેક પળ એવી હોય છે, જ્યારે આપણે જાણ્યા અને અજાણ્યા લોકોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. ત્યારે ચાલો જાણીએ એક એવો અનોખી સેવા જે તમે જાણીને તમે પણ ચોંકી જશો. આ કોરોનાની મહામારીમાં અનેક લોકોએ સેવા કરી છે.

સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની બે બહેનોએ પોતાના પગારના રૂ.51,000 શહીદ જવાનોના પરિવાજનોને મદદરૂપ થવાં ‘જય જવાન નાગરિક સમિતિ-સુરત’ ને આજે અર્પણ કરી અનેરી રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.
બન્ને દીકરીની શહીદ પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ બદલ જય જવાન નાગરિક સમિતિએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી. સમિતિના ચેરમેન અને વરાછા કો.ઓપ.બેંકના ચેરમેન કાનજી ભાલાળાએ જણાવ્યુ હતું કે, ભાવેશભાઈ બવાડિયા છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે, અને હેન્ડવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે. હજુ સુધી કયારેય હોટલમાં ભોજન માટે ગયા નથી. દીકરાના બર્થડેની ઉજવણી કરી નથી. સમગ્ર સાદાઈ અને સાત્વિકતાભર્યું જીવન જીવે છે. પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે સતત કાળજી લેતા આ સમજણા પરિવારે સમાજને દાખલો પૂરો પાડયો છે.