Entertainment

એક ભક્તે ગણપતિજી ને અપર્ણ કર્યું 5 કરોડની કિંમતનું સોનાનું મુગટ! જાણો આ મુગટની ખાસિયત..

હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતભરમાં અનેક સ્થાનોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હોય છે, ત્યારે આ અવસરે સૌ કોઈ ભાવિ ભક્તો આ અગિયાર દિવસ સુધી નિત્ય ગણેશજીની આરતી કરે છે તેમજ ભજન ભક્તિ અને દાન પણ અવશ્ય કરે છે. ત્યારે હાલમાં જ એક એવા ભક્ત નું નામ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, પોતાની કમાણી માંથી ભગવાનનો ભાગ અવશ્ય કાઢવો જોઈએ.

આપણે ત્યાં સુવર્ણ દાનનો અનેરો મહિમા છે. ત્યારે હાલમાં જ મુંબઈમાં પ્રખ્યાત દગડું શેઠ હલવાઈ નાં ગણપતિજીના સાનિધ્યમાં એક ભક્ત 5 કિલો નાં મુગટ ગણેશજીને ધર્યું છે. આ ભક્ત ધરાવેલ મુગટનાં દર્શન કરવા લોકો આવી રહ્યા છે, ખરેખર આ મુગટ ખૂબ જ અદ્ભૂત છે. લાલ બાગ ચા રાજા બાદ પુણેના દગડું શેઠ હલવાઈના આ ગણપતિ ખૂબ જ ચમત્કારી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગણપતિની સ્થાપના એક કંદોઇ કરી હતી.

આ દગડું શેઠ હલવાઈ ગણપતિ મદિરના ટ્રસ્ટી મહેશ સૂર્યવંશી એ મીડિયા સાથેની વાર્તાલાપ માં કહ્યું કે એક બિઝનેસ મેંન આ મુગટ બાપા ને અપર્ણ કર્યું છે.આબિઝનેસ મેન કોણ છે એ જણાવવામાં આવ્યું નથી. આપણે ત્યાં ગુજરાતમાં જ્યારે કોઈ વ્યક્તિ દાન આપે પરતું તે દાન ગુપ્ત રાખે એટલે કે, વ્યક્તિ પોતાનું નામ જાહેર કરવા નાં માગતો હોય ત્યારે રામ ભરોસે લખાવે છે.

આ મુગટ ની એક ખાસિયત છે. આ મુગટ ની કિંમત 5 કરોડ રૂપિયા છે તેમજ તેનો વજન 5 કિલોગ્રામ છે. ખરેખર ખૂબ જ બૅનમૂન કારીગરી અને હીરા જડિત આ મુગટમાં આકર્ષણનું કેન્દ્ર છે, ભગવાન શિવ અને પાર્વતીજી ની પ્રતિમા. આ જ કારણે મુગટની સુંદરતામાં વધારે વધારો થયો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મંદિર ખૂબ જ ચત્મકારી છે. સ્વંય ગણેશજી દગડું શેઠ હલવાઈ ની મનોકામનાઓ પૂર્ણ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!