Gujarat

લોધીકા મા 10 કલાંક મા 18 ઈંચ વરસાદ! પી.એસ.આઈ એ વૃધ્ધા નો જીવ બચાવ્યો

હાલ સમગ્ર ગુજરાત મા મેઘ તાંડવ ચાલી રહ્યો છે અને અનેક જીલ્લા મા ધોધમાર વરસાદ વરસી રહયો છે અને હજી અતિ ભારે વરસાદ ની આગાહી પણ છે. ખાસ કરી ને રાજકોટ અને જામનગર અને જુનાગઢ ના અનેક તાલુકા મા ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ જીલ્લા ના લોધીકા તાલુકા મા સૌથી વધારે 10 કલાંક મા 18 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતી સર્જાઈ હતી. અને અનેક ગામો બેટ મા ફેરવાયા હતા.

લોધીકા મા ગઈ કાલે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી મા મૂશળધાર વરસાદ વરસ્યો હતો અનેક ગામડા ઓ મા 5-5 ફુટ મા પાણી ભરાયા હતા અને લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવોછે પડ્યો હતો. જયારે તંત્ર દ્વારા અનેક બચાવ કામગીરી કરવામા આવી હતી જેમાં PSI નો માનવતા ભર્યો ચહેરો સામે આવ્યો હતો જેમાં લોકધી કા ના બાલાજી પુલ પાસે ફસાયેલા વૃધ્ધા ને PSI જાડેજા એ વૃધ્ધા નુ રેસ્ક્યુ કરી ને સલામત સ્થળે ખસેડ્યા હતા. જયારે વૃધ્ધા એ પણ તમનો આભાર માન્યો હતો

આ ઉપરાંત જો લોધીકા ના અન્ય ગામો ની વાત કરવામા આવે તો દેવગામ બેટ મા ફેરવાયુ હતુ અને સંપર્ક વિહોણું બન્યુ હતુ. અને ચારે કોર પાણી પાણી થયુ હતુ અને ખેતરો પાણી થી ભરાઈ ગયા હતા. અને ગોંડલ શહેર મા પણ ધોધમાર વરસાદ ને કારણે 250 લોકો નુ સ્થળાંતર કરવામાં આવ્યું અને કોલીથડ ગામ મા ભારે નુકશાન થયુ હતુ અને હોસ્પીટલ મા પાણી ઘુસ્યા હતા.

ભાદર ડેમના 7 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે, જ્યારે આજી-3 અને ન્યારી-2 ડેમના દરવાજાઓ ઓવરફ્લોને કારણે ખોલવામાં આવશે. કાગદડી ગામે એક કારમાં ફસાયેલા 4
વ્યક્તિઓ પૈકી ત્રણ વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!