રાજાના અભિમાનને ઉતારવા દશામાં આપ્યો અદ્દભુત પરચો! રાજમાંથી રંક બનીને જીવનમાં.
દશામાં અનેક પરચા પૂર્યા છે, ત્યારે તેમાં રાજા અને રાણી આપેલ પ્રરચો અદભુત છે. કહેવાય છે કે, સુવર્ણ નગરીમાં રાણીએ તેના મહેલના ઝરૂખામાંથી જોવું તો શહેરની બહેનો કોઈ વ્રતની ઉજવણી કરતી હતી. રાણીને થયું કે આ વ્રત મારે પણ લેવું છે. રાણીએ રાજાને વાત કરી. રાજાએ અભિમાનથી કહ્યું, “હે દેવી ! આ બહેનો જે વ્રત કરે છે તે દશામાનું છે. આપણી પાસે તો બધું જ છે. આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાનાં છે ? તમારે એ દશામાનું વ્રત લેવાની જરૂર નથી. રાજા દશામાનું અપમાન કરે છે. રાણી રાજાથી રૂઠે છે.
આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી. તે મહેલમાંથી નીકળી નદીકિનારે જતી સ્ત્રીઓ પાસેથી આ વ્રત વિશે વિગતવાર જાણે છે. દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે. પણ રાજા અભિમાનમાં ચકચૂર હતા. તેમણે આ વ્રતની ના પાડી, પુનઃ દશામાનું અપમાન કર્યું, તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો.
એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, ‘પડું છું…’ બીજા દિવસે પાડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો. જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુંવરાઓને લઈ જંગલમાં ભાગ્યો. ઘોર જંગલમાં રાજા-રાણી પરિવાર સાથે દુઃખી થયાં. રસ્તામાં એક વાવ આવી ત્યાં રાજા પાણી લેવા ઊતર્યા. પાછળ બે કુંવરો પણ ગયા. દશામાએ અદૃશ્ય થઈ બે દંગેને વાવમાં ખેંચી લીધા. રાજા સમજી ગયા કે ચોક્કસ દશામ કોપ છે.
રાજા-રાણીને અનેક દુઃખો સહન કરવા પડ્યાં. એક વાડીમાં ગયા તો ત્યાંના ફળ-ફૂલ નાશ પામ્યાં. માળીએ આ બંને પાપી છે એમ માની માર મારી ભગાડ્યાં. રાજા તેમની બહેનના નગરમાં આવે છે. બહેન સોનાની ગાગરમાં ભાઈ મારે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઈંટના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો. આ ગાગર પિત્તળની થઈ ગઈ. આ બધુ જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકા.
આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચીભડું માગ્યું. જેવા રાજા આ ચીભડું ખાવા જાય છે કે તેને કોઈ રાજાના કુંવરનું માથું દેખાય છે. રાજાના સિપાઈઓ કુંવરને શોધવા નીકા હતા. તેનું આ માથું હતું. તુરત જ સિપાઈઓએ રાજા-રાણીને પકડીને બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાંકે કેદ થયા. રાજાને હવે દશામાના અપમાનનો પરચો મળી ગયો.
રાણીને દશામાનું વ્રત લેવા કહ્યું. રાણીએ દશામાનું વ્રત કર્યું. જંગલમાંથી ચાલતાં ચાલતાં આગળ નીકાં. ત્યાં એક વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામા વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભાં છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા-રાણી તરત માતાજીને ઓળખી ગયાં. માના પગમાં પડી ગયાં. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતાં કહ્યું,હે રાજા ! હવે તારું અભિમાન ઓગળી ગયું છે. લે તારા દીકરા. તું જે વાટે અહીં આવ્યો છે તે વાટે પાછા ફરો. તમે જે સુખ માટે ઇચ્છા કરતાં હતાં તે સઘળાં સુખ મળશે. તમને તમારું પાછું મળશે.