Gujarat

હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી ! 7 થી 9 તારીખ વચ્ચે ગુજરાત ના આ જીલ્લાઓ મા ભારે વરસાદ

આ વખતે ગુજરાત મા ચોમાસુ નબળુ રહેશે તેવુ લાગી રહ્યુ હતુ પરંતુ સપ્ટેમ્બર મહિના ની પહેલી તારીખ થી ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા વરસાદી માહોલ જામ્યો હતો. અને સારોએવો વરસાદ વરસ્યો હતો સાથે ગુજરાત ના જળ સ્તર પણ ઉંચા આવ્યા હતા.

આ ઉપરાંત આગામી બે દિવસ મા પણ ગુજરાત મા સાર્વત્રિક વરસાદ પડી શકે છે આ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છે કે ગુજરાત ના અનેક જીલ્લા ઓ મા આગામી બે દિવસ વરસાદી માહોલ જામશે જેમાં 7 સપ્ટેમ્બરે તાપી, સુરત,આહવા, વલસાડ,નવસારી, ભાવનગર,દીવ, જામનગર, ગીર સોમનાથ અને ડાંગ સહિતના પથંકમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 8 સપ્ટેમ્બરે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નડિયાદ, ખેડા, મહેસાણા, પાટણ, અરવલ્લીમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આ ઉપરાંત હવામાન વિભાગે પણ વરસાદને લઈ આગાહી મા જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં સારો વરસાદ રહેશે. હજુ 7 સપ્ટેમ્બર ફરી સારો વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. જ્યારે આગામી 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે તેવું પણ જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે 9 સપ્ટેમ્બરે રાજકોટ, મોરબી, દ્રારકા,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, ગાંધીનગર તેમજ મહેસાણા, પાટણ અને સાંબરકાઠામાં સારા વરસાદની આગાહી કરી છે.

આમ પણ આઠમ બાદ સૌરાષ્ટ્ર અને રાજ્ય ના અન્ય ક્ષેત્રમા સારોએવો વરસાદ વરસ્યો છે જેથી ખેડુતો એ રાહત નો સ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!