Gujarat

બોલીવુડ જગત માટે ફરી આવ્યા દુખદ સમાચાર ! નાની ઉમરે જ આ ડાયરેક્ટર નુ કરુણ મોત નીપજ્યું

બોલીવુડમાં શોકમય વાતાવરણ છવાયેલું છે. સતીષજીના નિધનનું દુઃખ હજુ ઓછું નથી થયું ત્યાં ફરી એકવાર બોલીવુડના મોતનું માતમ છવાઈ ગયું છે. આજના દિવસે હિન્દી-બંગાળી ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક પ્રદીપ સરકારનું નિધન થયું છે. તેમની ઉંમર 68 વર્ષની હતી. તેઓ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા અને તેમનું ડાયાલિસિસ પણ ચાલી રહ્યું છે.

મીડિયા દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે
ગુરુવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ તેમને તકલીફ અનુભવાઈ. તેમનું પોટેશિયમનું સ્તર ખૂબ જ નીચા સ્તરે આવી ગયું હતું. જ્યારે સ્થિતિ ગંભીર બનતા તેમને રાત્રે 3 વાગ્યાની આસપાસ મુંબઈની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

તબીબોના ઘણા પ્રયત્નો પછી પણ તેને બચાવી શકાયો ન હતો અને રાત્રે 3.30 વાગે તેનું મોત નીપજ્યું હતું. ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પ્રદીપ સરકારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જેમાં દિગ્દર્શક અજય દેવગને લખ્યું, ‘દાદા’ પ્રદીપ સરકારના નિધનના સમાચાર પચાવવું આપણામાંથી કેટલાક માટે હજુ પણ મુશ્કેલ છે. હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. મારી પ્રાર્થના મૃતક અને તેના પરિવાર સાથે છે. RIP દાદા.”

પ્રદીપ સરકારના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યાની આસપાસ સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા..ફિલ્મ નિર્માતા હોવા ઉપરાંત તેઓ જાણીતા એડ ફિલ્મ નિર્માતા પણ હતા જેના માટે તેમણે ઘણા મોટા પુરસ્કારો જીત્યા હતા. પ્રદીપ સરકાર 2005માં રિલીઝ થઈ હતી. બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ ‘પરિણીતા’ જેમાં બિદ્યા બાલન, સંજય દત્ત અને સૈફ અલી ખાન જેવા સ્ટાર્સ હતા.

બાદમાં તેણે રાની મુખર્જી સાથે ‘લગા ચુનરી મેં દાગ’, ‘મર્દાની’ અને ‘લફંગે પરિંદે’ જેવી ફિલ્મો કરી. અને કેટલીક વેબ સિરીઝનું દિગ્દર્શન પણ કર્યું.આ દિવસોમાં તે દિવંગત અભિનેત્રી પ્રિયા રાજવંશની બાયોપિક બનાવવાની તૈયારી કરી રહ્યો હતો.

પ્રદીપજીની અંતિમ યાત્રામાં અનેક કલાકારો અને નિર્માતાઓ હાજરી આપી હતી અને સૌ કોઈ કલાકારોએ આ દુઃખ ઘટનાનું શોક વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!