પિતાના મૃત્યુ બાદ માતા એ ચારે બહેનોને ભણાવી અને કોન્સ્ટેબલ બનાવી , કહાની જાણી ને…
જીવનમાં સુખ અને દુઃખ ક્યારેય એંધાણ નથી આપતા પરતું આ બંને નું આગમન જે રીતે થાય છે તે દરેકના જીવનને બદલી નાખે છે. સમય ક્યારેય કોઈનો એમ સરખો પસાર થતો નથી. આજે દુઃખની ઘડી છે, તો જીવનમાં સુખના સૂરજ પણ અવશ્ય ઉગે છે. ત્યારે આજે અમે આપને એમ એવી મહિલા વિશે વાત કરીશું જેને દિવસ રાત મજુરી કરીને આજે પોતાની ચારેય દીકરીઓને કોન્સ્ટેબલ બનાવી છે. આમ પણ જેનો ઘરનો આધાર જ છીનવી લે, ત્યારે એ ઘરની પરિસ્થિતિ માત્ર ઘરના જ લોકો જાણતા હોય છે.
આ ઘટના છે, ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના અછનેરા જીલ્લાનાં એક નાના ગામની જ્યાં એક મહિલા એ જ્યારે પોતાનો પતિ ગુમાવ્યો ત્યાર બાદ પિતા વિનાની દીકરીઓની ખૂબ જ સારી રીતે પરવરીશ કરીને તેમને ભણાવી- ગણાવીને ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન અપાવ્યું. ખરેખર આ ઘટના ખૂબ જ વાસ્તવિક અને પ્રેરણા દાયી છે. પતિના મુત્યુબાદ જમીન માત્ર સહારો હતો અને એ સમયે દીકરી અને દિકરાની જવાબદારીને નિભાવવા એકલા હાથે પશુપાલન દ્વારા બાળકો નો ઉછેર કરેલો.
પતિનાં મુત્યુબાદ માતા એ અથાગ પરિશ્રમ થકી ચારેય દીકરીઓ અને દીકરાને ખૂબ જ ભણાવ્યાં અને સારા પદ પર નોકરી મળે તે માટે ખૂબ જ મહેનત કરેલી આજે તેમના સંતાનો કોન્સ્ટેબલ છે.જેમાં આજે બરેલીમાં તેની પોસ્ટિંગ છે.બીજી દીકરી રજીતા 2019માં પરીક્ષા પાસ કરીને કોન્સ્ટેબલમાં પાસ થઈ અને તેને પણ સફળતા હાસિલ કરી.અન્ય બિજી બે બહેનો ફતેહપુરમાં પોસ્ટિંગ પર છે.
હાલમાં જ તેમન ભાઇ ધીરજ પણ ટૂંક સમયમાં કોન્સ્ટેબલ બની જશે. આજે આ તમામ સંતાનો આવું જીવન જીવે છે, તેનું એક માત્ર કારણ એ છે કે, તેમની માતા ક્યારેય હિંમત ન હારી અને આખરે અથાગ પરિશ્રમ અને મહેનત થકી ખૂબ જ સફળતા મેળવી અને આજે તમામ સંતાનો સુખી સંપન્ન જીવન જીવી રહ્યા છે.