Gujarat

ખેડૂતો માટે રાહત! આંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને કરીને આગાહી! આ તારીખથી વરસાદનું ફરી આગમન થશે.

હાલમાં જન્માઅષ્ટમીનો તહેવાર નજીક છે, ત્યારે સૌ કોઈ લોકો તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત છે, ત્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંબાલાલ પટેલ મહત્વની જાહેરાત કરી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું કે, 29 થી 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ પડે તવું અનુમાન સેવવામાં આવ્યું છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 29 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં પટલો આવશે જે બાદ 6 સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આંબાલાલ પટેલ મુજબ જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભુ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.આખો શ્રાવણ માસ વરસાદ વીનાના રહ્યા છે, ત્યારે વરસાદ નહી પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભિતિ સેવાઈ રહી છે.

ત્યારે ખેડૂતો ખુશીઓનો અવસર જોવા મળશે.29 ઓગસ્ટથી દેશના મધ્યભાગમાં ચોમાસું સક્રિય થાય તેવું વર્તાઈ રહ્યું છે. આમ સપ્ટેમ્બરના શરૂઆતમાં દેશમાં 90 ટકા વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 3 થી 10 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ સાથે 7થી 9 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવાઈ રહી છે.

સૌરાષ્ટ્રમાં પણ ઓગસ્ટ અંત અને સપ્ટેમ્બર શરૂઆતમાં સારો વરસાદ પડશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. આમ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક પંથકમાં સારો વરસાદ પડી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!