Gujarat

હે ભગવાન ! પાંચ લોકો ના કરંટ લાગવાથી મોત થયા જેમાથી ત્રણ તો માસુમ બાળકો

આજે એક ખૂબ જ દુઃખ ઘટના બની. ટીવી જગતના લોકપ્રિય કલાકાર સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું, ત્યાર બાદ આજે ગાઝિયબાદમાં હે ભગવાન ! પાંચ લોકો ના કરંટ લાગવાથી મોત થયા જેમાથી ત્રણ તો માસુમ બાળકો હતા. આ ઘટના સૌ કોઈ નું હ્દય કંપાવી ઉઠાવશે. ખરેખર એક સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુના લીધે શોકમય વાતાવરણ છવાઈ ગયું.

વીજ શોકના કારણે મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત મુખ્યમંત્રીએ કરી અને સમગ્ર મામલામાં તપાસ રિપોર્ટ માંગ્યો છે. આથી ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. વહેલી તકે રિપોર્ટ માંગવામાં આવ્યો છે, પરતું આ ઘટના વિશે તમારે જાણવું જરૂરી છે કે, કંઈ રીતે તમામ પાંચ લોકો મુત્યુ પામ્યા.

આ તમામ ઘટના કંઈ રીતે બની એ જાણીને તમારી આંખોમાં આંસુઓ આવી જશે. આ તમામ ઘટનાઓ કેમેરામાં કેદ થઈ. CCTV ફૂટેજ સામે આવ્યા છે. તેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે ટીનશેડનો પાઇપ પકડીને બે બાળકીઓને અને પછી તેમને બચાવવાના પ્રયાસમાં વધુ ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. દરેક વ્યક્તિ તડપી રહી હતી અને ઘરના બાકીના લોકો લાચાર હતા અને તેમની નજરો નો સામે જ પરિવાર જનોનું નિધન થયું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, બુધવારે એક સપ્ટેમ્બરે સવારે 9.49 વાગ્યે આ ઘટના ઘટી હતી જેમાં,મેશ કિરાણા સ્ટોર્સ પર સમાન ખરીદી રહ્યું હતું. આ દરમિયાન એક નાની બાળકી પોતાની નાની બહેનને તેડીને છત્રી લઈને રસ્તા પર જઈ રહી હતી. રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી અને ભારે વરસાદના કારણે તે થોડીવાર ઊભા રહેવા માટે દુકાનના ટીનશેડની નીચે જાય છે. જેવી જ તે ટીનશેડની નીચે જવા માટે ત્યાં લગાવાયેલા લોખંડના પાઈપને પકડે છે એવો જ બંનેને વીજ કરંટ લાગે છે અને બંને બાળકીઓ નીચે પડી જાય છે.

આ બનાવ બનતા જ દુકાન માલ ખરીદતો છોકરો ડરી જાય છે અને દૂર ઉભેલો માણસ આ જોઈને છોકરી ને બચાવવા જાય છે.ટીનશેડના પાઇપને સ્પર્શ કરે છે, તે તરત જ ઝટકા સાથે નીચે પડી જાય છે. આ જોઈને તેના ઘરની બીજી એક મહિલા દોડે છે અને તે પણ ટીનશેડ પાઈપને પકડાતાંની સાથે જ પડી જાય છે. વીજ કરંટથી મૃત્યુ પામેલાઓમાં માતા-પુત્રી, અન્ય બે બાળકીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે. આ તમામ મૃતકોની આત્માને ભગવાન શાંતિ અર્પે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!