કૃષ્ણ ભગવાન નુ એક એવુ મંદિર કે જયા 100 કરોડ ના વસ્ત્રો છે ભગવાન ના , મંદીરે વિદેશ થી લોકો….

જગત ભરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનાં પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દ્વારકા, મથુરા, ડાકોર, શામળાજી અને ભારત ભરમાં અનેક શહેરોમાં શ્રી કૃષ્ણ જન્મમાં વધામણાં કરવામાં આવ્યા હતા ત્યારે સૌથી આકર્ષણ નું કેન્દ્ર બન્યું મધ્ય પ્રદેશનું ગવાલિર શહેર જ્યાં શ્રી કૃષ્ણ ભગવાનને 100 કરોડના વાઘા પહેરાવમાં આવ્યા હતા અને ખરેખર આ એક અદ્ભૂત ઘટના હતી જ્યારે ભગવાનને 100 કરોડના કિંમતી વાઘા પહેર્યા હતા.

ફુલબાગમા આવેલ ગોપાલ મંદિરમાં જન્માષ્ટમીનાં દિવસે રાધા કૃષ્ણ ભગવાનને હીરા, પન્ના, માણેક, પુખરાજ, નીલમ, સોના ચાંદી અને હીરા જીડીત આભૂષણો પહેરવામાં આવ્યા હતા અને ભગવાનને સુવર્ણ અને અતિ આકર્ષક મુગટ પહેરાવામાં આવ્યું હતું. હાલમાં કોરોના કારણે ભકતો એ ઓનલાઈન જ દર્શન નો લાહ્વો લીધો હતો. આ આભૂષણ અને 100 કરોડના વાઘા નું ધ્યાન રાખવા ખાસ સુરક્ષા રાખવમાં આવી હતી.

મંદિરમાં નાં ગર્ભ ગૃહમાં અને આસપાસ પોલીસ ની કડક સુરક્ષા રાખવામાં આવી હતી. આ મંદિર વર્ષ 1921 માં સ્થાપના કરવામાં આવી હતી અને ત્યારબાદ સિંધિયા રાજવંશ રિયાસતમાં મહારાજ માધવરાજ આનું પૂર્ણનિર્માણ કરવામાં આવ્યું હ્યુ અને ભગવાન માટે ખાસ હીરા જડિત આભુષણ બનાવવામાં આવ્યા હતા.આઝાદી પછી સિંધિયા રાજવંશ આ મંદિર ભારત સરકારને સોંપી દીધું હતું અને તમામ કિંમતી આભૂષણો જિલ્લા લોકરમાં રાખેલ હતા અને તેની જવાબદારી કલેકટર રાખે છે.
 
સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આઝાદી વર્ષો પછી પણ આ ઘરેણાં ઓ લોકરમાં પડ્યા હતા અને વર્ષ 2007માં ડો.પવન શર્મા તેની જવાબદારી સંભાળી હતી. તમામ સંપત્તિ ની ખાસ દેખરેખ રાખવામાં આવે છે. અને કૃષ્ણ જન્માષ્ટમીમાં દિવસે ખાસ ભગવાનને આ આભૂષણો અર્પણ કરવામાં આવે છે. ખરેખર આ આભૂષણમાં શ્રી કૃષ્ણ રાધા દિવ્ય અવતારમાં જોવા મળે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *