પત્ની એ માથું ના ઓઢયું તો ગુસ્સામાં પતિ એ પોતાની ત્રણ વર્ષની દીકરીને પટકારતા થયું માસુમનું મુત્યુ.

કહેવાય છે ને મેં માણસ નો સૌથી મોટો શત્રુ ક્રોધ છે. વ્યક્તિ ક્રોધમા આવી ને કંઈ પણ કરી શકે છે અને આ દરમિયાન તે શુ કરી રહ્યો છે તે પોતે નથી જાણતો. ખરેખર આવું ક્યારેય ન થવું જોઈએ કારણ કે જીવનમાં ક્યારેક ક્રોધ ન લીધે ઘણું બધું ગુમાવવું પડે છે. હાલમાં જ એક એવી ઘટના બની પિતા એ પોતાની દીકરી ને પટકીને મારી નાખી અને એ પણ માત્ર એવા કારણે કે પત્ની એ માથું નોહતું ઓઢયું. ચાલો અમે આપને જણાવીશું કે આખરે ઘટના શું બની છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રાજસ્થાનનાં અલવર જિલ્લાનાં બહરોડ યુવકે પત્નીએ ઘૂંઘટ ન કાઢવાને કારણે ગુસ્સે ભરાઇને ત્રણ વર્ષની માસૂમ દીકરીને પટકીને મારી. જેને કારણે બાળકીનું મોત થઇ ગયું. પરિવારે બાદમાં ગુપચુપ દીકરીનાં અંતિમ સંસ્કાર કરી દીધ અને પોતે ફરાર થઈ ગયો હતો. હાલમાં જ પત્નીએ પતિ વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો છે પોલીસ તેમની તપાસ કરી રહી છે.

મોનિકાએ તેની રિપોર્ટમાં જણાવ્યું કે, તેનો પતિ પ્રદીપ યાદવે તેને ઘૂંઘટ ન કાઢવા બદલ નારાજ થઇ ગયો હતો અને તેણે પત્ની મોનિકા સાથે મારપીટ કરી અને બાદમાં ત્રણ વર્ષની દીકરી પ્રિયાંશીને પત્ની મોનિકાનાં ખોળામાંથી છીનવી તેને જમીન પર પટકી હતી. જેમાં દીકરીનું ઘટના સ્થળે મોત થઇ ગયુ હતું. આ ઘટના બાદ પ્રદીપ યાદવ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો

દીકરીનાં મોત બાદ માતા મોનિકા આઘાતમાં છે. તો જે કોઇ પણ આ ઘટના વિશે વાત કરે છે તે સૌ કોઇ સ્તબ્ધ છે.ખરેખર કોઈ વ્યક્તિ આટલી નાની વાતમાં પોતાની દીકરી ને આવી રીતે જમીનમાં કોણ પટકારે? ખરેખર ચોંકાવનારી અને દુઃખ ઘટના છે. ભગવાન નાની બાળકની આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના કરી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *