હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો પરિણીતાનો આપઘાત

આપણે સૌ કોઈ જાણીએ છે કે,ભારતમાં સૌથી વધારે ઘરેલૂ હિંસા થાય છે. આજના સમયમાં આપણું ન્યાય તંત્ર દરેક સ્ત્રીઓ પર થતા અત્યચાર માટે કાયદાઓ ઘડેલ છે. કોઈપણ સ્ત્રી લગ્ન પછી ઘરેલુ હિંસાને સહનન કરવી જોઈએ એક દિવસ બહુ મોડું થઇ જાય છે. હાલમાં અમે આજે આપને એક એવો કિસ્સો જણાવીશું જેમાં એક યુવતીએ દહેજના લીધે પોતાનો જીવ ત્યજી દીધો. આ યુવતી પોતાનું જીવન ટૂંકાવી દીધુ એ પણ માત્ર પૈસા ખાતર કે પોતાના બાપને ચિંતા ન થાય તેના લીધે. એક દીકરીના જ્યારે લગ્ન થઈ જાય પછી તે પારકી થાપણ બની જતી હોય છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે હરિયાણાના ભિવાની જિલ્લામાં ઘટની હતી. અહીં એક પરિણીતાને દહેજ માટે સાસરિયાઓ અસહ્ય ત્રાસ આપતા હતા જેના કારણે 24 વર્ષીય પરિણીતાએ આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા તેણે આત્મહત્યાનો પત્ર લખ્યો હતો.જેમાં પતિના ત્રાસ આપવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.હરિયાણાના ભિવાની જિલ્લામાં રહેતા વિજયકુમારની પુત્રી 24 વર્ષીય નીતુના લગ્ન કમલ સાથે 14 નવેમ્બર 2019ના રોજ થયા હતા. લગ્ન બાદ થોડો સમય ગયો પછીપોતાની પત્નીને ત્રાસ આપવાનું શરું કર્યું હતું.

કમલની સાથે તેના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો પણ નીતુને વધારાના દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા હતા. જોકે, ગે નીતુએ પોતાની દુર્દશા અંગે નજીકના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ 24 માર્ચ 2021ના રોજ નીતુના માતા અને ભાઈ તેના ઘરે ગયા હતા.નીતુની માતા કમલે તેના માતા -પિતાને તેમની દીકરીને પરેશાન ન કરવા માટે જણાવ્યું હતું. જોકે આ વાત ઉપર કમલે ઉદ્ધતાઈથી વર્તન કર્યું હતું. નીતુના માતા અને ભાઈને અપમાનીત કરીને ઘરમાંથી તગેડી કાઢ્યા હતા. 29 જુલાઈના રોજ નીતુએ તેના પિતાને અડધી રાત્રે 12 વાગ્યે ફોન કર્યો હતો. તેણે કહ્યું હતું કે તેના ઉપર અત્યાચાર થઈ રહ્યો છે અને તે ખૂબ જ ડરી ગઈ છે.

જોકે, તેના પિતા નીતુ પાસે આવે તે પહેલા નીતુએ ઝેર પી લીધું હતું. અને મરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. તેણે સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેના પતિએ લોકડાઉનને કારણે તેની નોકરી ગુમાવી છે. ઉલ્લેખનીય છે કે સુસાઈડ નોટમાં તેના પતિને પણ લખ્યું હતું કે, “હું જાઉં છું.. મારાથી ઉંચી છોકરીને શોધજો”. નીતુના પિતાએ તેના પતિ અને સાસરિયાઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરીનો મૃતદેહ જોઈને બાપનું તો કાળજું કંપી ઊઠ્યુ હતુ. એક દીકરી ને લાડ કોડ થી ઉછેરી ને પારકે ઘરે મોકલે છે પરંતુ ક્યારેક સામે વાળો એવું નીકળી જાય કે જીવન ઝેર થઇ જાય છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *