જાણો ઘોડેગાડી ચલાવનાર કેવી રીતે બન્યો વિશ્વની સૌથી મોટી કંપનીનો માલિક!આજે અબજો રૂપિયા કમાય છે, તેના દીકરાઓ…

દરેક ઘરમાં એમડીએચ મસાલાનું નામ તો જાણીતું છે. આ એક એવી કંપની છે જેની જાહેરાત કોઈ સ્ટાર કલાકાર નહિ પરંતુ તે કંપનીના માલિક પોતે જ કરતા એ પણ90 વર્ષની ઉંમરે પણ. ધર્મપાલ ગુલાટીનું નામ તો આપણે સૌ કોઈ જાણ્યું છે. પરતું તેઓ આપમેળે ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા અને મસાલાની બ્રાન્ડ સ્થાપી જે આજે વિદેશમાં લોકપ્રિય છે.

કોરોનાકાળ પહેલા જ મસાલા કિંગના નામથી મશહૂર MDH ના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 97 વર્ષની વયે ગુરુવારે દિલ્હીમાં નિધન થયું હતું 3 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગે છેલ્લા શ્વાસ લીધા હતા આ દિવસે દરેક દેશવાસીઓ શોકમાં છવાઈ ગયા હતા.

ચાલો એવા વ્યક્તિ વિશે જાણીએ જે દિલ્હીના રોડ પર ઘોડેગાડી હાકતો હતો એ ધર્મપાલનું જીવન કેવું હતું.
મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ 27 માર્ચ 1923ના રોજ પાકિસ્તાનના સિયાલકોટમાં થયો હતો અને અહીંથી તેમના વ્યવસાયનો પાયો નખાયો હતો. કંપનીની શરૂઆત શહેરમાં એક નાનકડી દુકાનથી થઈ. જેને તેમના પિતાએ ભાગલા પહેલા શરૂ કરી હતી. જો કે 1947માં દેશના ભાગલા પડી જતા તે વખતે તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો.
વર્ષે 1933માં તેમણે શાળા છોડી દીધી અને પિતાની મદદથી નવો વેપાર શરૂ કરવાના પ્રયત્નો કરવા લાગ્યા.પીતાની મદદથી અરીસાની દુકાન ખોલી, પછી સાબુ અને પછી ચોખાનો વેપાર કર્યો. આ બધા વેપારમાં મન ન લાગતાં તેઓ પિતાના મસાલાના વેપારમાં તેમની મદદ કરવા લાગ્યા.

તેમના પિતાએ ઘરમાં ઉઘાડેલા મસાલાઓને ઘણાં વર્ષો સુધી વેચ્યા હતા. ત્યારબાદ આ છોકરાએ મુલ્તાન, કરાચી, રાવલપિંડી, પેશાવર જઈને વેચવાનું શરૂ કર્યું, તેઓ રોજના 500થી 800 રૂપિયા કમાતા હતા.ભાગલા પછી 27 સપ્ટેમ્બર, 1947માં તેમનો પરિવાર ભારત આવ્યો. ભારત આવ્યા પછી તેમને ગરીબીએ ખૂબ જ પરેશાન કર્યા હતા.તેઓ ભારત માત્ર 1500 રૂપિયા લઈને આવ્યા હતા. એ પૈસામાંથી તેમણે એક ઘોડાગાડી ખરીદી અને નવી દિલ્હી રેલવેસ્ટેશનથી કુતુબ રોડ સુધી અને કરોલ બાગથી બાડા હિંદુ રાવ સુધી ઘોડાગાડી ચલાવતા હતા.

‘મહાશિયાન દી હટ્ટી’નામથી ફરી મસાલાની દુકાન શરૂ કરી. તેઓ સૂક્કા મસાલા ખરીદે તેને પીસીને વેચતા હતા અને ત્યારબાદ તેમના જીવન વળાંક આવ્યો અને તેમની કંપની વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ મસાલા બ્રાન્ડ બની. ફૂડ પ્રોસેસિંગના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત વર્ષે મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. જીવનમાં ઈશ્વર તમને બધું જ દેવા બેઠો છે, પરતું આપણે જ છીએ કે ચમચી લઈને દરિયો માંગવા બેઠા છીએ.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *