યુવક પાસેથી લાખો રૂપિયા લઈને યુવતિની પૈસા ભૂખ સંતોષાઈ નહીં. યુવકે ગુમાવ્યો જીવ.
જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે પરંતુ તેનાથી છૂટકારો મેળવવાનું સમાધાન આત્મહત્યા તો ન્યાયી જ! આજકાલ અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દે છે અને ખાસ કરીને છોકરાઓ અને છોકરીઓ આવું બહુ કરે છે. એકવાત જાણી લો કે3 દર વખતે યુવતી જ ભોગ નથી બનતી પરતું યુવાન પણ પીડાતો હોય છે.
હાલમાં જ ગાંધીનગરના વાવોલમાં રહેતા યુવકે ખોરજ નજીક નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લીધી કને યુવકના ઘરેથી મળેલી સુસાઇડ નોટ પણ મળી છે અને બહાર આવ્યું કે યુવતી તેના પાસેથી લાખો રૂપીય માગતી હતી.
શાકભાજીનો ધંધો કરતા 28 વર્ષીય વિપુલ ભોગીલાલ પટેલે ખોરજ રૂ.18 લાખનું દેવું થઈ જવાના કારણે આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ખા વાત એ કે યુવકના તેના પત્ની સાથે ડાઇવોર્સ થયેલા છે જેને એક દીકરી પણ છે. જે તેના ભાઈ સાથે સેક્ટર 4માં રહે છે. જ્યારે તેના માતા-પિતા અને બહેન વિદેશમાં રહે છે.
વિઝાનાં વ્યવસાય સાથે સંકળાયેલી રીન્કુએ વિપુલને વિદેશથી એક કરોડનું પાર્સલ આવવાનું હોવાનું જણાવ્યું હતું. જેમાં લિક્વિડ કેસ તેમજ ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ ભરેલી છે. જેને દિલ્હી ખાતેથી છોડાવવા માટે કસ્ટમ ડયુટી ભરવાની હોવાનું કહી વિપુલ પાસેથી અત્યાર સુધી રૂ. 18 લાખ જેટલી રકમ પડાવી લીધી છે.
વિપુલે એક સ્યુસાઇડ નોટ લખીછે, જેમા જણાવ્યુ છે કે, વારંવાર રીંકુ દ્વારા નાણાની માંગણી કરવામા આવતી હતી. દાગીના અને મિત્રો પાસેથી રૂપિયા લઇને આપવા છતા વારંવાર પૈસા માંગતી હતી અને આજ કારણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.