Entertainment

સાળા ની નજર સામે જ બનેવી નુ મોત નીપજ્યું ! ગંભીર અકસ્માત મા…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અકસ્તમાતના બનાવ અનેક બની રહ્યા છે. દિવસે ને દિવસે સમાચારો અને મીડિયના માધ્યમ થી આપણે આવા બનાવો વિશે જાણતા હોય છીએ. ત્યારે હાલમાં જ એક દુઃખદ ઘટના બની જેના પગલે પરિવારમાં શોક છવાઈ ગયો. હવે વિચાર કરો કે તમારા કોઈ સ્વજનનું મુત્યુ તમારી નજર સમક્ષ થાય તો કેવું દુઃખ પોહચે?

હાલમાં જ ગઇકાલ નાં રોજ આ સમાચાર મળ્યા હતા. વાત જાણે છે કે, ગાંધીધામથી ભચાઉ સુધીના નેશનલ હાઇવે પર અવાર નવાર અકસ્માતો થાય છે. જ્યારે અનેક વ્યક્તિઓના જીવ પણ જાય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની જેમાં ભચાઉની વાગડ વેલ્ફર હોસ્પિટલ સામે ઘટી હતી. ટ્રેઇલરે ચાલકે ઓવરટેક કરી બાઈકને ફંગોળતા ચાલક બનેવીનું હોસ્પિટલ સામે હોવા છતાં ઘટનાં સ્થળે જ મુત્યુ નીપજ્યું ત્યારે સાળા એ પોતાની નજર સમક્ષ પોતાની બેન નો ચુડી ચાંદલો નદવાઈ ગયો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, આદિપુરમાં રહેતા 50 વર્ષીય નારણભાઇ હરિભાઈ સુથારની ફરિયાદને મળતા મુજબ બનેવી મૂળ રાપર તાલુકાના ફતેગઢ અને હાલે અંજારમાં રહેતા રમેશભાઈ વિભાભાઈ સુથાર સાથે બાઈક પર નારણસરી દર્શન કરવા ગયા હતા. જ્યાંથી પરત આવતા બપોરે 2 વાગ્યે વાગડ વેલ્ફર હોસ્પિટલ સામે પુલિયા પર પહોંચતા પાછળથી આવતા રાજસ્થાન પાર્સિંગ ટ્રેઇલરે ઓવરટેક કરી બાઇકને અથડાઈ ગઈ.

બનેવીને માથાના ભાગમાં વધુ ઇજા પોહચી હતી જ્યારે સાળા ને ગંભીર ઇજા થયેલ હતી. સારવાર પેલા જ બનેવીનું મુત્યુ થયું હતું. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ ભરેલ છે. આ બનાવ બાદ ભચાઉ સુથાર સમાજના ચંદ્રેશભાઈ અને યુવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના મૃતદેહને ભચાઉની સરકારી હોસ્પિટલમાં પી.એમ. માટે લઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!