દેરાણી જેઠાણી એ એવુ કામ કરી બતાવ્યું કે લોકો વખાણ કરતા થાકતા નથી. બન્ને એ એક સાથે….
આજે પણ આપણા દેશ મા મહિલાઓ ને એવી માન્યતા મા જીવવું પડે છે કે મહિલા ઓ ને માત્ર રસોડુ સંભાળવાનું હોય છે અને ઘર કાર કરવાનું હોય છે પરંતુ સામે અનેક મહિલા ઓ એવી પણ છે કે જેને પરીવાર તરફ થી પુરો સહયોગ મળે છે અને સારા સારા પદ જેમ કે કલેક્ટર જેવા પદ પર નિયુક્ત થાય છે આજે એવી જ એક સફળતા ની કહાની તમારી સમક્ષ લાવ્યા છીએ. જેમાં
બે મહિલા એ જે કરી બતાવ્યું છે તે જાણી ને લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.
આ કહાની દેરાણી અને જેઠાણી ની છે. સામાન્ય રીતે દેરાણી અને જેઠાણી ના જગડાઓ થતા હોય છે પરંતુ આપણે જેની વાત કરવાના છીએ એ બન્ને એ સાથે UPSC ની એકઝામ ની તૈયારી કરી અને બન્ને એ એક્ઝામ પાસ પણ કરી. આ દેરાણી જેઠાણી ઉત્તર પ્રદેશ ની મુળ બલીયા જીલ્લા ની છે. જેવો એ 2018 મા લોક સેવા આયોગ ની પરીક્ષા પાસ કરી હતી. જેમાં જેઢાણી શિલીની પ્રિન્સીપાલ બની અને નમીતા પોલીસ ઉપાઅધીયક્ષક બની છે.
શાલીની અને નમીતા એક સમયે સભતવાર વિસ્તાર મા એક શાળા મા શિક્ષક ની નોકરી કરતી હતી અને તેવો મુળ સીકંદરપુર વિસ્તાર મા રહે છે જયા લોકો તે બન્ને ના ખુબ વખાણ કરી રહ્યા છે.
પ્રિન્સીપાલ બનનાર શાલીની એ કહ્યુ કે આ એકઝામ તેવો એ બીજી ટ્રાઈ મા પાસ કરી છે. દસ વર્ષ શિક્ષક રહ્યા પછી હવે પ્રિન્સીપાલ બની છુ દિકરીઓ ના શિક્ષણ પર વધુ ભાર આપીશ. જ્યારે નમીતા ની વાત કરીએ તો તેણીએ ત્રીજા પ્રયાસે પરીક્ષા પાસ કરી હતી અને તે હવે પોતાના પતી સાથે ગોરખપુર મા કામ કરે છે.