દેવદર્શન જતાં શ્રધ્ધાળુઓને નડ્યો અકસ્માત! 11 ભક્તોને ગંભીર ઇજા છતાં થયો આ ચમત્કાર..

કહેવાય છે ને કે, ઈશ્વર ગમે ત્યારે ગમે તે કરી શકે છે. સમયની સાથે બધુ જ બદલાઈ છે, ત્યારે હાલમાં થોડા દિવસમાં જ આપણે રોજ સમાચારો નાં માધ્યમથી અનેક અકસ્માતમાં સમાચારો સાંભળતા હોઈએ છીએ ત્યારે હાલમાં જ એક ભયાનક ઘટના બની છે જેના લીધે ખૂબ જ કરુણ ઘટના સર્જાય છે. ખરેખર જીવ જ્યારે જવાને આરે હોય ત્યારે ગમે તે માર્ગ દ્વારા તે જઇ શકે છે. ભાગ્યવાન હોય છે એવા વ્યક્તિ જે કુદરતી રીતે દેહને છોડે છે.ભગવાને દર્શન જતા વખતે ક્યારેક અકસ્માત સર્જાય છે.

આજે આપણે સર્જાયેલ ભયાનક અકસ્માત વિશે જાણીશું જેના વિષે સાંભળતા જ તમારૂ હૈયું પણ દ્રવી ઉઠશે. ખરેખર આ એક સૌથી ભયાનક ઘટના છે જેના લીધે ગુજરાતનાં સૌ લોકો ચોકી ગયા છે .જાણે એમ છે કે,સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના શ્રદ્ધાળુઓ ટેમ્પામાં બેસી દેવમોગરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા દરમ્યાન તેઓને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે.

ભગવાનનાં દર્શન કરવા જનાર આ શ્રધ્ધાળુઓ સાથે ખૂબ જ કરુણદાયક ઘટના ઘટી નેત્રંગ રોડ પર ચંદેરીયા ગામ નજીક ટેમ્પો પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 11 મુસાફરોને ઇજા પહોંચી હતી. આજ રોજ સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવી હતી. ટેમ્પો ચાલક મુસાફરો બેસાડી વાલિયા નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમ્યાન તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની બાજુમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવાર 11 મુસાફરોને ઇજા પહોંચી હતી ભગવાન પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સ્વસ્થ થાય અને ચમત્કાર એ છે કે કોઈ ભક્તોનો જીવ હજુ સુધી નથી ગયો અકસ્માતમાં..

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *