વિવાવનો જીવ બચાવવા લોકપ્રિય ગાયિકા કાજલ મહેરિયા આવી મદદ માટે આગળ કહી આ વાત…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, થોડા સમય પહેલા જ ધૈર્યરાજ ની બીમારી માટે ગુજરાત તેમજ ભારતભરમાંથી લોકોએ ખોબલે- ખોબલે ભરીને દાન આપ્યું હતું અને જગત ભરમાં માનવતાની એક જ્યોત પ્રગટ થઈ હતી. કહેવાય છે ને કે માનવતામાં નાં ધર્મથી બીજું કંઈ મોટું નથી અને આમ પણ માનવ સેવા એમ પ્રભુ સેવા!
ધૈર્યરાજ જે બીમારીઓ થી પીડાઈ રહ્યો હતો એજ બીમારી થી વિવાન નામનો એક બાળક પીડાઈ રહ્યો અને તેમના મા બાપની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ દયનિય છે ત્યારે સૌ લોકોને પોતાના દીકરાની મદદ કરે એ માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે. આમ પણ ગુજરાતનાં તમામ લોકો આ જીવને બચાવવા માટે અનેક લોકો લાખો રૂપિયાનું દાન કરવા આગળ આવી રહ્યા છે.
ખરેખર જોઈએ તો નવાઈ કહેવાય કે અનેલ ગરીબો એવા પણ હશે કે માત્ર પૈસાનાં લીધે પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ક્યારેક ધૈર્યરાજ જેવા બાળકો માટે થોડા દિવસોમાં 16 કરોડો થી વધારે દાન એકઠું થઈ જાય છે, ત્યારે ખરેખર આ માનવતા આપણી સદાય પ્રત્યે હોવી જોઈએ.
હાલમાં એક અઢી મહિનાના વિવાન નામના બાળકને SMA 1 નામની બીમારીથી પીડાઈ રહ્યો છે, અને આ બીમારીની સારવાર માટે૧૬કરોડનાઇન્જેક્શનનીજરૂરછે.ગીરસોમનાથના કોડીનાર તાલુકાના આલિદર ગામના અશોકભાઈ વાઢેળના દીકરાને હાલમાં મદદની જરૂર છે.ત્યારે અનેક લોકો મદદ માટે આવ્યા તથા ઘણા લોકોએ ડાયરા કરીને પણ વિવાનની મદદ માંગી રહ્યા છે. હાલમાં ગુજરાતી ગાયક કલાકારો પણ વિવાનની મદદ માટે આગળ આવી રહ્યા છે.
વિવાનની મદદ માટે કાજલ મહેરિયાએ કહ્યું હતું કે, દરેક સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારાથી થાય એટલી મદદ આ દીકરાને કરો જેથી તેની જિંદગી બચી જાય. તમે થોડી થોડી મદદ કરશો તો પણ તેની ઘણી મદદ થઇ જશે.તેવી જ રીતે જીગ્નેશ કવિરાજ પણ આ વિવાનની મદદ માટે આગળ આવ્યા હતા, તેવી જ રીતે ગુજરાતના અને બહારના ઘણા લોકો પણ વિવાનની મદદ માટે આગળ આવી રહ્યા છે, ત્યારે ખરેખર આ એક સરાહનીય વાત કેહવાય છે.