રક્ષા બંધન પહેલા જ બહેનને ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, પટેલ પરીવાર નો એક ના એક દિકરા નુ મૃત્યુ થયું

આવતી કાલે રક્ષા બંધન નો પર્વ આખા દેશ મા ઉજવાશે ત્યારે દરેક બહેન પોતાના ભાઈ માટે લાંબી આયુ ની પ્રાથના કરતી હોય છે ત્યારે સુરત ના એક પરીવાર ના ગુમ થયેલા દિકરા નો મૃત દેહ મળતા એક બહેન અને પરીવાર માથે દુખ નો પહાડ ટુટી પડ્યો છે. ભઈલું હવે હું કોને રાખડી બાંધીશ એવી હૃદયસ્પર્શી બહેનની વ્યથાએ તમામની આંખ છલકવી દીધી છે.

જાણવા મળતી વિગતો અનુસાર ધવલ પટેલ ગુરુવારે ઘરે થી એમ કહી ને નીકળ્યો હતો કે મંદિરે દર્શન કરવા જાવ છુ બાદ મા 48 કલાક સુધી ઘરે પરત ફર્યો નહોતો અને શોધખોળ કરી હતી. અને ઘરે બધા ચિંતા મા હતા કે કયા ગયો હશે.? ત્યારે આજે અચાનક ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યોને ધવલ બાબતે પૂછપરછ કરી તો હોશ ઉડી ગયા હતા. બસ પછી ખબર પડી કે ધવલની તાપી નદીમાંથી લાશ મળી છે.

ધવલ પાસે થી તેનુ પર્સ મળી આવ્યુ હતુ અને તેમા રહેલા આધાર કાર્ડ ના આધારે પોલીસે પરીવાર ને જાણ કરી હતી. ધવલ ના પિતા મુકેશભાઈ પટેલ પેટ્રોલ પંપ પર કામ કરે છે અને અકસ્માત બાદ છેલ્લા એક વર્ષ થી ઘરે છે જયારે મુકેશભાઈ ને ધવલ એક નો એક દિકરો હતો અને એક દિકરી રીટા છે. અને રીટા ડિપ્લોમાની વિદ્યાર્થિની છે.

ભાઈ અને બહેન ના પવિત્ર તહેવાર ના માત્ર એક દિવસ અગાવ જ એક બહેને પોતાનો ભાઈ ખોયો ત્યારે કરુણ દૃશયો સર્જાયા હતા. એક પટેલ પરીવાર માથે દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *