17 પૌત્રો ની દાદી 37 વર્ષ નાના યુવાન ના પ્રેમ મા પડી અને પછી જે થયું…
આમ પણ કહેવાય છે ને કે, પ્રેમ કોઈપણ ઉંમરે થઈ શકે છે. જગતમાં પ્રેમની કોઈ બાંધછોડ નથી હોતી. એ વાત સત્ય છે કે, પ્રેમ ક્યારેય કોઈની જાત કે રંગરૂપ નથી જોતું.હાલમાં જ આ વાત તદ્દન સાચી પડી છે. અમેરિકામાં એક અનોખું કપલ જોવા મળ્યું જેમાં બંને ની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. મહિલાને 17 પૌત્ર પૌત્રીઓ છે. આ પ્રેમ કહાની ની સૌ કોઈ ટીકા પણ કરી રહ્યું છે. ત્યારે ખરેખર આ અનોખી પ્રેમ કહાની તમને સૌ કોઈ ને ચોંકાવી દેશે.
વાત જાણે એમ છે કે, 24 વર્ષીય કુરેન મેકેન અને 61 વર્ષની ચેરિલ મેકગ્રેગોર સાથે જ રહે છે અને બને એકબીજાને પ્રેમ કરે છે. કુરેન જ્યારે 15 વર્ષનો હતો ત્યારે ચેરિલ સાથે તેની મુલાકાત થઈ હતી. ચેરિલ અને કુરેનની વચ્ચે 37 વર્ષનો તફવાત છે. ખાસ વાત એ છે કે, બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે.
ચેરિલ 17 પૌત્રોની દાદી છે. સમાજમાં નાં લોકો બંને વિશે ઘણી વાતો કરે છે ને આ સંબંધની ટીક્કાઓ પણ લોકો કરે છે પરંતુ બન્નેને કોઈ ફેર પડતો નથી. ડેલીમેલ અનુસાર, સૌ પ્રથમ ચેરિલે કુરેન સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો અને કુરેને તેનો સ્વીકાર કર્યો હતો સોશિયલ મીડિયામાં તેમની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ જોવા મળે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને એડલ્ટ સાઇટ પણ બનાવી છે. આ સાઇટ દ્વારા બન્ને પૈસા કમાય છે. તેમના સંબંધો અંગે ચેરિલ જણાવે છે કે, બન્નેને એકબીજા પ્રત્યે બહુ પ્રેમ છે. બન્ને પોતાના જીવનમાં બહુ ખુશ છે, હવે ટૂંક સમયમાં તેઓ લગ્ન પણ કરવાના છે. ખરેખર આ એક અનોખી વાત છે.